For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના ફાળદંગ ગામેથી આઠ ધોરણ પાસ બોગસ ડોક્ટર પકડાયો

12:27 PM Jul 30, 2024 IST | Bhumika
રાજકોટના ફાળદંગ ગામેથી આઠ ધોરણ પાસ બોગસ ડોક્ટર પકડાયો
Advertisement

કમ્પાઉન્ડરના અનુભવના આધારે 7 વર્ષથી નકલી ડોક્ટર બની બીમાર લોકોની સારવાર કરતો હતો

રાજકોટના ફાડદંગ ગામે એસઓજીએ દરોડો પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. ધો. 8 પાસ આ શખ્સ કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો હોય જેના આધારે છેલ્લા સાતેક વર્ષથી બિમાર લોકોની સારવાર કરી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીની ટીમે આ બોગસ તબીબને ઝડપી લઈ તેની પાસેથી મેડીકલ પ્રેક્ટીસની દવાઓ અને સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

રાજકોટના ફાળદંગ ગામે એક શખ્સ છેલ્લા ઘણા વખતથી નકલી ડોક્ટર બની ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને દવા આપી સારવાર કરતો હોય જેની બાતમીના આધારે એસઓજીના પીઆઈ જે.એમ. કૈલા અને તેમની ટીમે ફાળદંગ ગામે વલ્લભભાઈ ગંગદાસભાઈ રામાણીના મકાનમાં રહેતા હર્ષદ ઉર્ફે કાના પ્રાગજીભાઈ ચોટલિયા ઉ.વ.34ની ધરપકડ કરી હતી. હર્ષદ પાસે મેડીકલની કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટીફિકેટ ન હોય છતાં ડોક્ટર હર્ષદ ચોટલિયા બની બેઠો હતો. અને આ બોગસ ડોક્ટર પાસે લોકો દવા લેવા જતાં હતા અને સારવાર પણ કરાવતા હતાં. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ધો. 8 પાસ હર્ષદ પાસે કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ હોય જેથી તેને દવા અંગેની પ્રાથમિક જાણકારી હોય તે છેલ્લા સાતેક વર્ષથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. એસઓજીએ મકાનમાંથી દવાનો જથ્થો અને મેડીકલના સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement