ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં ઘરમાં ઘુસી આઠ વર્ષની બાળકી સાથે અડપલા, આરોપી ઝડપાયો

12:25 PM May 05, 2025 IST | Bhumika
Advertisement

પાણી પીવાના નામે ઘરમાં ઘુસી આચરેલું કૃત્ય

Advertisement

વેરાવળમાં આઠ વર્ષીય માસુમ દિકરી ઘરે એકલી હતી ત્યારે એક શખ્સે ઘરનો દરવાજો ખખડાવતા ખોલતા તે અંદર આવેલ અને પાણી પીને કહેલ કે તારૂૂ ઘર બતાવ તેમ કહી બળજબરીથી શારીરીક અડપલા કર્યા હોવાનો બનાવ પોલીસ માં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેરાવળમાં બનેલ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ચારેક દિવસ પહેલા વેરાવળમાં માતા-પિતા નૌકરી ઉપર ગયેલ હોવાથી તેમની આઠ વર્ષીય માસુમ દિકરી ઘરે એકલી હતી. દરમ્યાન સાંજે સાતેક વાગ્યે માતા ઘરે આવેલ ત્યારે દિકરી ગભરાયેલી જોવા મળી હતી. જેથી તેણીને પુછતા કહેલ કે, સાંજે સાડા છ એક વાગ્યે એક ભાઈએ ખખડાવતા દરવાજો ખોલતા ત્યારે તે અંદર આવેલ અને પાણી માંગતા તેને પાણી આપેલ અને પાણી પીને કહેલ કે તારૂૂ ઘર બતાવ તેમ કહી અંદર આવીને રૂૂમમાં બળજબરીથી લઈ જઈ શારીરીક અડપલા કર્યા હતા. બાદમાં આ વાત કોઈને કરતી નહીં બાકી તારી માતાની નૌકરી જતી રહેશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો.

આ સમગ્ર હક્કીત સાંભળી ચોકી ઉઠેલ માતાએ તેના પતિ સાથે વાતચીત કરીને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે બીએનએસની કલમ 75(1), 76, 351(2) અને પોસ્કોની 12, 18 હેઠળ ગુનો આરોપીની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજો ચકાસતા આરોપી જોવા મળેલ હતો. જેના આધારે આરોપી આદીલ આયુબ ચૌહાણની ધરપકડ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી અગાઉ પણ એક વખત દિકરીને શિકાર બનાવી અડપલાના ગુનામાં ઝડપાયો હોવાનું જાણવા મળેલ છે.

Tags :
crimegujaratgujarat newsVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement