રૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટ શહેરનાં રૈયા ગામની સીમમા આવેલી દેવરાજભાઇ સખીયાની વાડીમા જાહેરમા જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા ઇમીટેશનનાં વેપારી , ખેડુત અને એડવોકેટ સહીત 8 શખસોને ઝડપી લઇ તેમની પાસેથી 66 હજારની રોકડ જપ્ત કરવામા આવી હતી.
વધુ વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચનાં એએસઆઇ સમીરભાઇ શેખ અને ધર્મરાજસિંહ રાણા સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે રૈયા ગામમા દેવરાજભાઇ સખીયાની વાડીએ દરોડો પાડી જુગાર રમતા રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક સોસાયટી શેરી નં 7 મા રહેતા દેવરાજ રવજીભાઇ સખીયા , મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટીમા રહેતા રવી અશોકભાઇ ફાચરા (વેપારી ) , મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે ઉત્સવ સોસાયટીમા રહેતા હર્ષદભાઇ હંશરાજભાઇ વાડોદરીયા (ઇમીટેશનનાં વેપારી ) , મોરબી રોડ સેટેલાઇટ ચોકમા રોયલ પાર્ક સોસાયટીમા રહેતા ધવલ પરસોતમભાઇ કમાણી, સાધુ વાસવાણી રોડ આશોપાલન પાર્ક પાસે અતુલય્મ ગોલ્ડ એપાર્ટમેન્ટ ફલેટ નં 303 મા રહેતા અને ખેતીકામ કરતા ધવલ ઘુસાભાઇ સખીયા, યુનિવર્સીટી રોડ આઇકોન ગોલ્ડ એપાર્ટમેન્ટ ફલેટ નં પ0પ રહેતાવેપારી અમૃત છગનભાઇ ભાલોડીયા , ઉત્સવ પાર્ક સોસાયટીમા રહેતા દીનેશ કાનજીભાઇ સખીયા અને રૈયા રોડ પર રામેશ્ર્વર પાર્ક સોસાયટી શેરી નં 4 મા રહેતા અને વકીલાતનાં વ્યવસાય સાથે જોડાયેલા કિશોર ભીખાભાઇ સાકરીયાને ઝડપી લેવામા આવ્યા હતા આ ઘટનામા ક્રાઇમ બ્રાંચે જુગારીઓ પાસેથી 66 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.