આશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયા
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા નગર અને બજરંગવાડીમા રાજીવ નગરમા જુગાર રમતા મહીલા સહિત 8 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. પોલીસે બંને દરોડામા થઇ કુલ 18 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઘટના અંગે ભકિતનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ ગઢવી અને સ્ટાફે આશાપુરા નગર શેરી નં 7, ગણેશ ડેરી વાળી શેરીમા દરોડો પાડી ઘડીયાળના પટાનુ કામ કરતા લીલાબેન લખમણભાઇ ઠુંમર, કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા, પુજાબેન નવલભાઇ ધામેલીયા, જીજ્ઞેશભાઇ ભરતભાઇ માંડલીયા અને રાજેશભાઇ હિંમતભાઇ આડેસરાને પકડી તેમની પાસેથી 14ર00નો મુદામાલ કબજે કર્યો હતો.
જયારે બીજા દરોડામા બજરંગવાડી સર્કલથી રાજીવ નગર તરફ જતા પુનમ કોમ્પલેક્ષ પાસે વરલી ફીચરનો જુગાર રમાડતા અને રમતા હનીફ સુલ્તાન ચૌહાણ, કરીમ પીરુ જુમાણી અને હરીસિંગ હમતસિંગ રાઠોડને ઝડપી લઇ 4840નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા અને પ્રદીપભાઇ ડાંગરે કરી હતી.