નાકરાવાડી ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા, 73 હજારનો મુદ્દામાલ જપ્ત
શિવાજીનગર અને રાજનગર ચોકમાં જુગારના દરોડા : 12 શખ્સો પકડાયા
શહેરનાં કુવાડવા નજીક આવેલા નાકરાવાડી ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1 ટીમનાં પીએસઆઇ ચુડાસમા , એએસઆઇ એમ. બી. ગૌસ્વામી , હીતેશભાઇ પરમાર , રવીરાજભાઇ પટગીર સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મનોજ બચુભાઇ કાંજીયા, સાગર મનસુખભાઇ ગોરીયા, હીતેશ લીંબાભાઇ મજેઠીયા, રાહુલ રાજેશભાઇ મગવાનીયા , ગોવીંદ રમેશભાઇ રાતોજા, સંદીપ રાજેશભાઇ મજેઠીયા, મહેશ કેશુભાઇ ગોરીયા અને દીપક રવજીભાઇ બાવળવાની ધરપકડ કરી તમામ પાસેથી કુલ રોકડ 73130 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો આ જુગારમા દીપક સ્ક્રેપનાં ધંધા સાથે જોડાયેલો છે જયારે બાકીનાં જુગારીઓ મજુરી કામ કરે છે.
જયારે બીજા દરોડામા થોરાળા વિસ્તારમા આવેલા શિવાજી નગરમા જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ એચ. બી. છૈયા અને કોન્સ દેવેન્દ્રસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વિજય દેવજી કોળી, અજય ઉર્ફે રોહીત મકવાણા, રાહુલ ઉર્ફે ટીફીન ભરત સરીયા , અશ્ર્વીન નંદાભાઇ ચૌહાણ, રાજેશ અશોક પડીયાણી , મયુર મુકેશ બારીયા, અને મનોજ શામજી ગોહીલને ઝડપી 17350 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
જયારે અન્ય ત્રીજા દરોડામા એલસીબી ઝોન ર ની ટીમનાં હેડ કોન્સ હેમેન્દ્રભાઇ વાઢીયા, અને શકિતસિંહ ગોહીલ સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે નાના મવા રોડ પર રાજનગર ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમા જુગાર રમતા યુવરાજ દેવીસિંગ ડોડીયા, મકસુદ અબ્બાસ કટારીયા, મુકેશ નાથા સોહલીયા, બકુલ ઉર્ફે ભોડો બાલા મહેતા અને બળવંત ઉર્ફે વીપુલ ઘનશ્યામ રાજાની ધરપકડ કરી 21 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આ જુગારીઓમાથી બળવંત વેપારી હોવાનુ જાણવા મળી રહયુ છે.
