For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના આઠ દરોડા: મહિલા સહિત 31 ઝડપાયા

11:24 AM Aug 12, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના આઠ દરોડા  મહિલા સહિત 31 ઝડપાયા
Advertisement

ખંભાળિયાના ચુનારા વાસ વિસ્તારમાંથી પોલીસે આલા ઉર્ફે બાબા ચના વારંગિયા, અમીબેન ચના રાજા ચોપડા, નાગલબેન મેરુ કરસન વારંગિયા અને મુરીબેન કાના વારંગિયાને જુગાર રમતા ઝડપી લઈ, રૂૂ. 5,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયાના સંજય નગર વિસ્તારમાં અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, શક્તિરાજસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડીરાત્રીના સમયે જુગાર દરોડો પાડી, અતુલ બાબુલાલ ઠક્કર, માંડા કાના ચૌહાણ, અનિલ જેંતીલાલ ઠક્કર અને જાવેદ ઉમર રૂૂખડા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂૂપિયા 18,230 નો મુદામાલ કબજે કર્યો હતો.

Advertisement

દ્વારકા પોલીસે રેતવા પાડો વિસ્તારમાંથી પૃથ્વીરાજસિંહ લાલુભા વાઢેર, નાગરવ ઉગા ભોજાણી અને સુનિલ સુરેન્દ્ર સિંહ કેરને રૂૂપિયા 13,860 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તાર માટે સોમસુર દેવરાજ ભોજાણી અને કાનજી દેવદાન માતકા નામના બે શખ્સોને રૂૂપિયા 1,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન સલીમ સુંભણીયા (રહે ટી.વી. સ્ટેશન) નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.

દ્વારકામાં રુક્ષ્મણી મંદિર તરફ જતા માર્ગે બાવળના ઝાડ નીચે બેસીને જુગાર રમતા નજીર જુસબ ઇસબાણી, રજાક જુસબ ચમડીયા સુલતાન આમદ ચંગરા, નવાજ ઈકબાલ શેખ, દાઉદ રમજાન શેખને જુગાર રમતા રૂૂ. 10,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે બાવળની ઝાડી હેઠળ બેસીને રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા મેઘાબાઈ ભૂટાભા ભગાડ, સામાબાઈ બબુભા સુમણીયા, અમરાબાઈ ખીતરાભા કુંભાણી, મોતીબેન માણસીભા માણેક અને હકુબાઈ હોથીભા ભગાડને પોલીસે ઝડપી લઈ, કુલ રૂૂ. 11,150 નો મુદામાલ કબજે કર્યો હતો.

ભાણવડ પોલીસે ટાઉન વિસ્તારમાંથી લાખીબેન રાજેશભાઈ હિંગોરા, સોનલબેન જેન્તીભાઈ ચૌહાણ, વેજીબેન ખેતાભાઈ પરમાર અને લાડુબેન બચુભાઈ વાઘેલાને જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે તાલુકાના ફોટડી ગામે મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિ નામનો જુગાર રમતા અબ્દુલ ઉર્ફે અબલ ઈબ્રાહીમ ભટ્ટી, ઓસમાણ અબ્દુલ ભટ્ટી અને ઉમર ઈબ્રાહીમ ભટ્ટીને રૂૂ. 1,970 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement