ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રૂૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂૂ.1,04,500/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહિલ અને LCB બ્રાન્ચના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે, ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં આવેલા નરોત્તમભાઈ વડુકિયાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસે દાળિયા, ખરેડી, નાની મેંગણી અને ભાવુભા ખીજડીયા ગામના આઠ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા નરોતમ દેવજી વડુકિયા, પરાગ ચંદુ વોરા, અનિલ દામજી વોરા, ઇસુબ અલ્લારખા, ભીખા આંબા ઘાડીયા, બાબુ વાલજી ભૂત, હમીર સૂલેમાન દોઢિયા, અને સાબિત હુશેન દલ સહિતનાઓ પાસેથી રોકડા રૂૂ.89,500/- અને સાત મોબાઈલ ફોન (કિંમત રૂૂ.15,000/-) મળીને કુલ રૂૂ.1,04,500/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ સફળ કામગીરી રાજકોટ રૂૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહીલ, અજઈં ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસીંહ રાણા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ, રવિદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ આરબ, બ્રિજરાજસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, ઘનશ્યામસીંહ જાડેજા, મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર અને મહીપાલસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.