ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી
જામનગર રોડ ઈશ્ર્વરીયા પાર્ક પાસે ભૂકંપ સંશોન કેન્દ્રમાંથી કોઈ અજાણ્યા તસ્કરે ભુકંપ માપવાનું સાધન ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો અનુસાર, મહેસાણાના વિસનગરમાં સંતોષનગરમાં રહેતા બિહારીભાઈ રતિલાલ દરજી (ઉ.53) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મહેસાણાની આર્મી મેનેજમેન્ટ સર્વિસમાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે પ્રાઈવેટ નોકરી કરે છે. તે જ્યાં નોકરી કરે છે તે એજન્સીને ઈન્સ્ટિીયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગામ રાયસણ ગાંધીનગર વાળાઓએ કોન્ટ્રાકટ આપેલ છે.
તેમજ આખા ગુજરાતમાં ભુકંપ સંશોધન કેન્દ્ર આવેલા છે જ્યાં ભુકંપ માપવા માટે અલગ અલગ સાધનો લાગેલા છે. ગુજરાતમાં આવેલ તમામ કેન્દ્રોમાં વખતો વખત વિઝીટ કરવાની હોય તેમજ નવા સાધનો લગાડવાના હોય તેમજ રનીંગ મેઈન્ટેનન્સ તેઓને કરવાનું હોય છે. તા.4/03નાં રોજ તેઓ તેમની ટીમ સાથે સવારે આઠેક વાગ્યે રાજકોટ ખાતે ઈશ્ર્વરીયા પાર્કમાં આવેલ ભુકંપ સંશોધન કેન્દ્ર ખાતે નવા સાધનો લગાડવાના હોય જેથી ત્યાં ગયા હતાં. નવા સાધનો લગાડી અને જુના સાધનો ત્યાં જ રાખી નીકળી ગયા હતાં. આ કેન્દ્ર બહાર સિકયોરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ તા.5/05નાં રોજ દિલીપસિંહ કુરાવાહ અને બિહારીભાઈ બન્ને ડેટા લેવા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ભુકંપ માપવાનું સાધન કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.