પીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને કારખાનામાંથી અલગ અલગ ડાય તેમજ એક ્રાઈન્ડર મશીન સહિત રૂા. 6.10 લાખની ચોરી થતા રાજકોટ રહેતા કારખાનેદારે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ચ ોરીની ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટીમાં રહેતા કેયુરભાઈ વિનોદભાઈ સપરિયા (ઉ.વ.34)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીપલાણા જીઆઈડીસીમાં શીવાંશ ટેક્નો કાસ્ટ નામનું કારખાનું ચલાવી પરિવારનું ુજરાન ચલાવે છે. તેમજ પોતે મીકેનીકલ એન્જિ. છે. તા. 1-12ના રોજ તેઓ ઘરે હતા ત્યારે ભાગીદાર રોહિત હાપલિયા જેઓ કારખાને હતા અને સાંજના છએક વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતાં.
અને ગઈ તા. 2-12ના રોજ સવારના આસરે સાડા નવેક વાગ્યે રોહિતભાઈ હાપલિયા, પ્રતિકભાઈ સગપરિયા એમ બધા કારખાને ગયા હતાં ત્યારે કારખાનાના મજુરે કહ્યું કે પેટર્ન મળતી ન હોય જેથી ત્યાં કારખાનામાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમા જણાયું કે, રાત્રીના સમયે કોઈ અજાણ્યા શક્સો કારખાનામાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતાં.
અને તેમાં દેખાયુ કે તસ્કરો કારખાનામાં રહેલ ગ્રાઈન્ડર મશીન રૂા. 5 હજારનું તથા એલ્યુમિનિયમ પેટર્નની અલગ અલગ ડાય જેની અંદાજીત કિંમત રૂા. 6.45 લાખ થાય તેની કુલ કિંમત રૂા. 6.50 લાખની થાય જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ જતાં કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ જણાવ્યું કે, આ ફરિયાદ કરવાનું કારણ તેમાં કંપનીમાં ફરિયાદની નકલ આપવાની હોય જેથી ભાગીદારને સાથે રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીની ઘટના અંગે કોટડાસાંગાણી પોલીસના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવા તજવીજ શરૂ કરી છે.