દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સના ગુનાહિત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અને તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા પાસાની આ દરખાસ્ત મંજૂર કરી, આરોપી રાણાભા ભીખાભાઈ સામે અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
આને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. આકાશ બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને રાઉન્ડ અપ કરી અને તેને ભુજ-કચ્છની પાલારા ખાસ જેલ ખાતે મોકલી આપવા માટેની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલ પી.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, બલભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ, ગોવિંદભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.