For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ

11:48 AM Mar 15, 2025 IST | Bhumika
દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ આવતા તહેવારો દરમ્યાન લોકોની કિમતી વસ્તુઓ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે આવર્ષ હોળી ફુલડોલ ઉત્સવ ઉપર ખંભાળિયા જામનગર, રાજકોટ જેવા વિસ્તારોમાંથી દ્વારકામાં ભિડનો લાભ જોઈ ચોરી કરનાર જુદી જુદી ગેંગ મેદાનમાં ઉતયરી હોય ત્યારે આ બે ગંગોને દ્વારકા પોલીસે પક્ડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.દ્વારકા પોલીસે હોળી ફુલડોલ ઉત્સવ તહેવાર પહેલા ગઈકાલે એક મોબાઈલ ચોરીની ફરિયાદ અનુસંધાને તપાસ કરતા શંકાસ્પદ ઇસમો પર વોચ રાખી તપાસ કરતા પ્રથમ 5 આરોપીને ઝડપ્યા જેઓ ગોંડલના હતા. તેમની પૂછપરછ કરતા વધુ 23 આરોપી ઓની ટોળકીને ઝડપી પાડી. ટોટલ મહિલાઓ સહિત 28 આરોપી ઝડપી પાડ્યા.

Advertisement

દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ સાથે નાના બાળકો પણ નજરે પડ્યા હતા. આરોપીઓ ખંભાળીયા.જામનગર અને રાજકોટ જિલ્લાના ઇસમો છે અને 12 મોબાઈલ. 22000 રોકડા કુલ 3,24,000 નો મુદામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. આ ટોળકી એક્ટિવ હતી જેને ઝડપી પાડી છે. હાલ દ્વારકામાં લાખો પદયાત્રીઓ દર્શને આવતા હોય પોલીસ દ્વારા આ ગેંગ વધુ લોકોને હડફેટ લે તે પહેલા જ આરોપીઓની બે ગેંગને પકડી પાડી છે. વધુ તપાસ દ્વારકા પોલીસ કરી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement