દ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદ
દ્વારકા જીલ્લામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે જીલ્લા શિક્ષણાધીકારીની કચેરીમા લાગવગથી જીલ્લા ફેર બદલી કરી આપવા રૂ. પપ હજારની લાંચ માગી હતી. જે લાંચ સ્વીકારતા પ્રાથમીક શિક્ષકનો પુત્ર રંગેહાથ ઝડપાયો હતો. જે લાંચ કેસ અદાલતમા ચાલવા પર આવતા પિતા-પુત્રને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 4.પ લાખનો દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ફરીયાદીની બહેનની શિક્ષક તરીકે જામનગર જીલ્લામા બદલી કરી આપવામા આવી હતી. પરંતુ બદલીના હુકમની બદલી કરવામા આવતી ન હતી. જેથી ફરીયાદી ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમા રજુઆત કરવા ગયો હતો જયા ગાંધીનગર શિક્ષણ વિભાગ કચેરીની બહાર જામનગર જીલ્લામા શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી રોશન જશુભાઇ પટેલ સાથે મુલાકાત થઇ હતી. જે મુલાકાતમા શિક્ષક જશુભાઇ પટેલે જીલ્લા શિક્ષણાધીકારી કચેરીમા લાગવગથી ફેરબદલી કરી આપવામા આવે છે તેવુ કહી રૂ. પપ હજારની લાંચની માગણી કરી હતી. જે વાતચીત દરમ્યાન ડીલ થયેલી રકમ લેવા રોશન પટેલનો પુત્ર જીનલ પટેલ ફરીયાદીના પ્રાઇવેટ ટયુશન કલાસ ખાતે ગયો હતો. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા નહી હોવાથી એસીબીમા ફરીયાદ કરી હતી.
ફરીયાદને પગલે એસીબીની ટીમે છટકુ ગોઠવી લાંચ લેવા આવેલા જીનલ પટેલને રૂ. પપ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. જે કેસમા પિતા-પુત્ર સામે રાજકોટ કોર્ટમા ચાર્જશીટ દાખલ કરવામા આવ્યુ હતુ બાદમા કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો અને ટાકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ ખાસ અદાલતના ન્યાયાધીશ વી. કે. ભટ્ટે પિતા-પુત્રને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 4.પ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમા સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયા હતા.