ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવ્યો

01:06 PM Jul 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેક બુકિંગ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, રોકાણ ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલિંગ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, શોપિંગ ફ્રોડ, ગૂગલ સર્ચ કસ્ટમર કેર ફ્રોડ, વોલેટ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, ફેક આઇડેન્ટિટી ફ્રોડ, ગીફ્ટ ફ્રોડ, કુરિયર ફ્રોડ, વિગેરે જેવા સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનાઓ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પ્રવચન તેમજ ધાર્મિક સ્થળ, દ્વારકામાં આવેલી તમામ હોટલનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ લિસ્ટ પ્રમાણે હોટલની ઓફિસિયલ વેબસાઈટ, પ્રોફાઈલ, મોબાઈલ નંબર અને સંપર્ક ઇ-મેઈલ આઇડી એકત્ર કરી દરરોજ હોટલોના નામ ઓનલાઇન પ્લેટફોર્મ ગૂગલ સર્ચ તેમજ ગૂગલ બિઝનેસ પ્રોફાઈલ પર સર્ચ કરવામાં આવે છે. જો ઉપરોક્ત પ્લેટફોર્મ પર પ્રોફાઈલ વેબસાઈટ કે ગૂગલ એડ્સ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને આવી ફેક વેબસાઈટ, ડોમેઈન, પ્રોફાઈલ, ગૂગલ એડ્સ વિગેરે ઓનલાઈન પ્લેટફોર્મ પર હટાવી આવા ફેક પ્રોફાઈલ બનાવનાર શખ્સોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા વર્ષ 2024 માં 51 વેબસાઈટ અને ચાલુ વર્ષમાં 22 નકલી એક વેબસાઈટ અને ગૂગલ એડ બ્લોક કરવામાં આવી છે.

ઓનલાઈન ઇન્ટરનેટ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવેલી ફેક વેબસાઈટની યાદી પણ જાહેર કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહે અને લોકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે આ કામગીરી કરવામાં આવી છે. તેવી જ રીતે સાયબર ક્રાઇમ દ્વારા પ્રો-એક્ટિવની પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

આ વચ્ચે દ્વારકા જિલ્લામાં કરવામાં આવતા ઓનલાઈન હોટેલ બુકિંગ અને ઓનલાઈન શોપિંગ સમય હંમેશા વિશ્વાસપાત્ર વેબસાઈટ, વેબ પોર્ટલ કે એપ્લિકેશનની કરાઈ કર્યા બાદ જ ઉપયોગ કરવા તેમજ સાયબર અવેરનેસ સંબંધિત જાણકારી માટે ભુબયભિશિળયમબમ ઈન્સ્ટાગ્રામ અને ભુબયમિૂફસિફ ફેસબુકને ફોલો કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags :
DwarkaDwarka District Cyber ​​Crimedwarka newsgujaratgujarat newspolice
Advertisement
Next Article
Advertisement