ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારખાનેદાર સાથે રૂ.10.41 કરોડની છેતરપિંડીમાં દુબઈ કનેક્શન

05:03 PM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

માસિક 20 ટકાની લાલચે કારખાનેદાર પાસેથી રૂપિયા લઇ દુબઈની જે કંપનીમાં રોકાણ કર્યું તે ઉઠી ગઈ

Advertisement

પૂણે ઓફિસ પણ બંધ કરી દેતા દંપતી ફસાયું, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ

શહેરમાં મવડી હેડવાર્ટર પાસે રહેતા અને વાવડીમાં કારખાનુ ચલાવતા વેપારીને કંપનીમાં રોકાણ પર માસીક 20 ટકા વળતર આપવાની લાલચ આપી નાના મવા રોડ પર ઓફીસ ચલાવતા દંપતીએ રૂૂ.10.41 કરોડની છેતરપીંડીના બનાવમાં આર્થીક નિવારણ ગુન્હા નિવારણ શાખાએ ગુનો નોંધી દંપતીની ઘરપકડ કરી પુછતાછ કરતા દંપતીએ દુબઈની એક કંપનીમાં કરેલ રોકાણ બાદ દુબઈની આ કંપની ઉઠી જતા દંપતીએ કારખાનેદાર પાસેથી લીધેલ રકમનું વળતર ચુકવ્યું નહિ અને આ મામલે ફરિયાદ નોંધાતા આર્થીક નિવારણ ગુન્હા નિવારણ શાખાએ બન્નેની ધરપકડ કરી આ ઠગ દંપતીનો અન્ય કોઈ ભોગ બનેલું છે કે કોણ તે મામલે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.

આ અંગેની મળતી વિગતો મુજબ મવડી હેડ કવાટર્સ પાસે જીવરાજ પાર્ક નજીક હાર્મની એકઝોટીકામાં રહેતા નિકુંજભાઈ છગનભાઈ વોરાએ સાધુવાસવાણી રોડ પર આસોપાલવ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા રોહીત શાંતીલાલ કકાણીયા અને તેની પત્ની પ્રફુલા સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેને પડધરી ખાતે તરથડી ખાતે પિતાના નામે ખેતીની જમીન હોય જેથી ખેતીકામ સાથે મવડીમાં છેલ્લા 15 વર્ષથી અરજણભાઈ સભાયા પાસેથી જગ્યા ભાડે રાખી અપેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રિકેશનનુ કારખાનુ ચલાવે છે. અને અરજણભાઈનો પુત્ર ભાવેશભાઈ અવાર નવાર કારખાને બેસવા આવતા આવતા હોય તેના મારફતે તેના મિત્ર રોહીત સાથે પરીચય થયો હતો અને તે નાના મવા રોડ પર ડેકારામાં યુનિવર્સલ ટ્રેડલીંગ કંપનીના નામે ઓફીસ ચલાવતા હોય જેથી તેને વાત કરી હતી અને રોકાણમાં માસીક 20 ટકા વળતર આપવાની વાત કરી હતી.

બાદમાં રોહીતભાઈએ તેને કેપીટલ મની માર્કેટનો ધંધો હોય અને તેમા રોકાણ કરવાથી સારૂૂ વળતર આપવાની વાત કરી અને તેને દુબઈના શુશીલ મોઝર સાથે કોન્ટેક હોય અને તે વધુ સમય દુબઈ જ રહે છે. અને તેને મહારાષ્ટ્રમાં પુણે ઓફીસ હોવાનુ જણવ્યુ હતુ. જેથી તેને મોબાઈલમાં કંપનીની વિગતો મોકલી હતી અને ભાવેશભાઈ છેલ્લા બે વર્ષથી રોકાણ કરતા હોવાની વાત કરી હતી. જેથી તેને રોકાણ કરવાની વાત કરી હતી અને તેને કટકે કટકે રોકાણ કર્યુ હતુ જેમા માસીક વળતર પણ મળતું હતુ જેથી તેને કટકે કટકે રોહિતભાઈની ઓફિસ તેમજ તેની પત્ની પ્રફુલાના ખાતામાં ઓનલાઈન રૂૂપીયા મળી કુલ 10.14 કરોડ રોકાણ કર્યુ હતુ.
કારખાનેદારે બાદમાં વધુ રોકાણ કરવાનું કહેતા હોય જેથી તેને તેમજ તેના સગા વ્હાલા પાસેથી ઉછીના લઈ રોકાણ કર્યાનું જણાવ્યુ હતુ. જેથી તેને એક આઈફોન ગીફટમાં પણ આપ્યો હતો. ત્યારબાદ તેના ખાતામાં વળતર નહી મળતા રોહીતભાઈ સાથે તેને વાત કરી જેથી મહારાષ્ટ્રમાં ચુંટણી ચાલતી હોય જેથી ડીસેમ્બરના એન્ડમાં તમારૂૂ વળતર તેમજ રોકાણ પરત કરવામાં આવશે.

તે દરમિયાન ડીસેમ્બરમાં નહી આવતા તેને દુબઈથી વળતર ચુકવવામાં આવ્યુ ન હોવાનું કહ્યુ હતુ અને છેલ્લે રોહીતભાઈએ તેને વળતર તેમજ રોકાણના પૈસા આપવાની ના પાડી દીધી હતી અને તેને ફોન પણ બંધ કરી દીધો હોય જેથી તેને ઘેર ગયા હતા. પરંતુ કોઈ મળ્યા ન હતા. છેલ્લે તેનો ફોન ચાલુ થતા તેના ઘેર રેડ પડી હોય અને તેનું તમામ સાહિત્ય પોલીસ લઈ ગઈ હોવાનું જણાવ્યુ હતુ. જેથી તેની સાથે છેતરપીંડી થયાની જાણ થતા તેને ફરિયાદ નોંધાવી હતી. જે બનાવમાં આર્થીક નિવારણ ગુન્હા નિવારણ શાખાએ પીઆઈ કરપડા સહિતના સ્ટાફે ગુનો નોંધી શાંતીલાલ કકાણીયા અને તેની પત્ની પ્રફુલાની ધરપકડ કરી હતી.

બન્નેની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, રોહીતભાઈ અને તેના પત્ની દુબઈની કેપીટલ મની નામની કંપનીના શુશીલ મોઝર સાથે સંપર્કમાં હોય અને તેની કંપનીમાં રોકાણ કરતા હતા,જ્યાં તેને કમિશ્નર પેટે સારૂૂ વળતર મળતું હતું પોતે કમીશન રાખી બાકીની રકમ વળતર પેટે રોકાણકાર કરનારને આપી દેતા હતા. દુબઈની શુશીલ મોઝરની કંપની ઉઠી જતા દંપતીએ કરેલ રોકાણ રકમ ફસાઈ હતી જેથી તે કારખાનેદારને વળતર આપી શક્ય નહી તેમજ શુશીલ મોઝરે ભારતમાં મહારાષ્ટ્રમાં પુણે ઓફીસ પણ બંધ કરી દેતા દંપતી ફસાયું હતું. આ કૌભાંડમાં દુબઈના શુશીલ મોઝરની સંડોવણી ની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતીની રીમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement