વોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમ
04:51 PM Oct 04, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આજે શહેરના વોર્ડ નં.10માં 80 ફૂટ રોડ ઉપર આવેલ રંગમહેલની બાજુમાં મટુકી રેસ્ટોરન્ટ સામે ધોળે દિવસે દારૂ ઢીચીને ઢીમ થયેલા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. આ વિસ્તારની એક મહિલાએ આ વીડિયો બનાવી દારૂ બંધી સામે સવાલો ઉઠાવ્યા છે અને આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાનો આક્ષેપ કરી બહેન દીકરીઓની સલામતી અંગે ચિંતા વ્યકત કરી છે. સાથોસાથ ખુલ્લેઆમ દારૂ વેંચાય છે તો દારૂ બંધી ઉઠાવી લેવા પણ કટાક્ષ કર્યો છે.
Advertisement
Next Article
Advertisement