રૈયાધારમાં પતિએ દારૂના નશામાં પત્નીને માર માર્યો
શહેરમા રૈયાધાર વિસ્તારમા આવેલા સ્લમ કવાર્ટરમા રહેતી પરણીતાને તેના પતિએ દારૂનાં નશામા માર માર્યો હતો. પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી. રૈયાધારમા આવેલા સ્લમ કવાર્ટરમા રહેતી કનુબેન કાળુભાઇ પરમાર નામની 3પ વર્ષની પરીણતા બપોરનાં સમયે પોતાનાં ઘરે હતી ત્યારે તેના પતિ કાળુ પરમારે દારૂનાં નશામા ઝઘડો કરી માર માર્યો હતો. પરીણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઉપરાંત અન્ય બનાવમા જુદા જુદા પાંચ સ્થળે સગીરા સહીત પાંચ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ જેમા નવા થોરાળાનાં ક્રિષ્નાબેન જેન્તીભાઇ સોંદરવા નામની 17 વર્ષની સગીરાએ ફીનાઇલ, જંગલેશ્ર્વરમા કૌશર યુનુસભાઇ ધોણીયા (ઉ.વ. 19) નામની યુવતીએ ઝેરી પાવડર, જામનગર રોડ હુડકો કવાર્ટરમા મુમતાઝબેન મહંમદ હનીફ ખીયાણી (ઉ.વ. 6પ) એ ઘેનની ગોળીઓ, કોઠારીયા સોલવન્ટ રપ વારીયામા પાયલબેન સોહીલભાઇ સોલંકી નામની ર1 વર્ષની પરીણીતાએ ફીનાઇલ અને જંગલેશ્ર્વરમા ફરીનબેન મુસ્તુફાખાન નામની 30 વર્ષની પરીણીતાએ કપડામા નાખવાની ગોળીઓ પી લીધી હતી. પાંચેયને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.