મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા
11:40 AM Jul 21, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે શનાળા પાસે પુલ ઉતરતા જ પીધેલી હાલતમાં રહેલા જીજે 36 વી 1010 નંબરના ડમ્પર ચાલકે એક ક્ધટેનરને ઠોકર મારી હતી. જેમાં ક્ધટેનરની ડીઝલની ટાકીમાં નુકસાન થયું હતું. બાદમાં આ ડમ્પર ચાલકે એક ઈનોવા કારને બે વખત ઠોકર મારી હતી.
Advertisement
જેમાં ઈનોવા કારમાં પાછળના ભાગે મોટી નુકસાની સર્જાય છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
Next Article
Advertisement