ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ધ્રોલમાં રહેતા આબેદઅલી મુસ્તફાભાઈ કાદીયાણીના મકાન માંથી બે દિવસ પહેલા રૂૂ.1 લાખ 55 હજારની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂૂ કરી હતી. અને સીસીટીવીના ફૂટેજ અને ટેકનીકલ તથા હુમન સોર્સથી પોલીસ દ્વારા તસ્કરોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં પોલીસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શખ્સો ચોરી નો મુદામાલ લઈને વેચાણ કરવા માટે જેઠાપીરની દરગાહથી કિસ્મત હોટલ તરફ નિકળવાના છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી ને શાહનવાઝ ઉર્ફે સાનુડો ઇબ્રાહીમભાઇ શાહમદાર (ઉ.વ.31 ધંધો-કલરકામ રહે-રજવી સોસાયટી બાવાગોરની દરગાહ પાસે, ધ્રોલ) અને સામીલ ઉર્ફે સુલ્તાન અમીનભાઈ ખલીફા (ઉ.વ.28 ધંધો-હેર કટીંગ નો હાલ-રહે, વિકટોરીયા પુલ બારદાનવાલા કોમ્પ્લેક્ષ જામનગર, મૂળ -રજવી સોસાયટી તળાવની પાળ ઉપર નગીના કબ્રસ્તાન પાસે, ધ્રોલ)ને ઝડપી લીધા હતા. અને તેઓ પાસેથી ચોરી નો મુદામાલ કબજે કર્યો હતો.
આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુડો સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે. માં ત્રણ ગુના અને આરોપી સામીલ ઉર્ફે સુલ્તાન સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે. , કાલાવડ પો.સ્ટે.અને રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.માં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.વી.રાઠોડ તથા સ્ટાફ દ્વારા કરવામા આવી છે.