ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંસ્કાર સિટીમાં કારખાનેદારને કચડી નાખનાર મોટાભાઈ સામે ગુનો નોંધાયો

04:58 PM Sep 05, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ રામધણ આશ્રમ નજીક સંસ્કાર સીટીમાં રહેતા કારકાનેદારનું પોતાના મોટાભાઈ સાથે કારમાંથી પડી જવાથી શંકાસ્પદ મોત થયાના મામલે પોલીસ તપાસ દરમિયાન કારખાનેદાર તેના જ મોટાભાઈનીકાર ઠોકરે મોતને ભેટ્યા હોવાનું બહાર આવતા આ મામલે તાલુકા પોલીસે કારખાનેદારના મોટાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ સંસ્કાર સીટીમાં રહેતા કારખાનેદાર ધર્મેન્દ્રભાઈ છગનભાઈ રૈયાણી ઉ.વ.38 નામના કારખાનેદારને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હતું. પોસ્ટમોટર્મ રિપોર્ટમાં માથામાં ઈજા થવાથી મોત થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો.

આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ હરીપરા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ધર્મેન્દ્રભાઈને સારવાર માટે લાવનાર તેના મોટાભાઈ પ્રશાંત છગન રૈયાણીએ પોલીસ સમક્ષ ધર્મેન્દ્રભાઈ કારમાંથી પડી ગયાા હોય અને તેમને ઈજા થયાનું જણાવ્યું હતું. જો કે, આ બાબત પોલીસના ગળે ઉતરતી ન હોય જેથી પોલીસે તપાસ કરતા પ્રશાંતભાઈની બેદરકારીથી જ નાનાભાઈ ધર્મેન્દ્ર રૈયાણીનું મોત થયાનું સામે આવ્યું હતું.

ધર્મેન્દ્રભાઈ અને પ્રશાંત બન્ને કારમાં બહાર જવા નિકળ્યા હતા. ત્યારે કાર રિવર્સમાં લેતી વખતે પ્રશાંતભાઈની બેદરકારીથી કાર ઠોકરે ચડીગયેલા ધર્મેન્દ્રભાઈના માથા ઉપરથી કારનું વ્હીલ ફરી જતાં તેમને ગંભીર ઈજા થવાથી મોત થયાનું જાણવા મળ્યુ ંહતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી નાનાભાઈને કાર નીચે કચડી નાખનાર મોટાભાઈ પ્રશાંત રૈયાણીની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement