ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ શેરી નં. 3માં રહેતા અલ્તાફભાઇ જુમાભાઇ ચૌહાણ પોતાના ઘરમાં ડ્રગ્સ રાખી વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરી હતી.
જે રેડ દરમિયાન આરોપી અલ્તાફભાઇના ઘરે તપાસ કરતા મકાનના બીજા મૅાળેથી વજન કાંટો, નાની મોટી પ્લાસ્ટીકની કોથળી -21, તેમજ 33.71 ગ્રામ એમફેટા માઇન ડ્રગ્સ કિ.રૂૂા. 3,37,100 નો જથ્થો મળી આવતા પોલીસે આરોપી અલ્તાફ ચૌહાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીને ડ્રગ્સ પીવાની ટેવ હોય જેનો ખર્ચ કાઢવા યુવાનોને ઊંચા ભાવે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું.
યુવાનોને ડ્રગ્સની લતે શખ્સની ધરપકડ કરી હતી. જો કે, સપ્ટેમ્બર માસમાં રો રો ફેરી માંથી આરોપીનો મોટો ભાઇ ઇકબાલ જુમાભાઇ ચૌહાણની પણ 70 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી હતી. અને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.