For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું

11:57 AM Jan 24, 2025 IST | Bhumika
ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું

ઘેનની દવાની આડમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર ATSનો દરોડો, ફેકટરીના માલિક સહિત 6ની ધરપકડ, ઉત્તરપ્રદેશનું કનેકશન

Advertisement

ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડો પાડી 100 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી છે. દવા બનાવતી ફેકટરીમાં માં ઘેનની દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું તપાસ માં ખુલ્યું છે. એટીએસની ટીમે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં ગ્રીન લાઇફ ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું છે.

ખંભાતની સોખડા જીઆઇડીસી વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર એટીએસેના વડા સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી. ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને એટીએસે દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું હતું. આ દરોડામાં છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોરમેટમાં ડ્રગ્સ મળ્યું હોવાનું એટીએસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ દવાનો 100 કિલોનો જથ્થો દરોડામાં કબજે કરવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા આ ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. અમદાવાદના ત્રણ શખ્સોએ ભાગીદારોએ ત્રણ માસ પહેલા ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં શરુ કરી હતી. પકડાયેલ પાંચેય શખ્સોને અમદાવાદ પુછપરછ માટે લઈ જવામાં આવ્યાં છે.

Advertisement

આ ડ્રગ્સ સપ્લાયનાનું ઉત્તર ભારત સુધી કનેક્શન હોવાનું પણ ખુલ્યું છે. જેને પગલે ગુજરત એટીએસની એક ટીમ દ્વારા ઉતર ભારતમાં પણ તપાસ અર્થે દોડી ગઈ હતી. ખંભાતની ફેકટરીમાં તૈયાર થતું આ ડ્રગ્સ કઈ જગ્યાએ અને કોને સપ્લાય કરવાનું હતું, તેની એટીએસ દ્વારા તપાસ થઇ રહી છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની એક ફેકટરીમાં ડ્રગ્સ પકડાયું હતું. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે ખંભાતના ડ્રગ્સ પ્રકરણમાં પણ સાઉથ આફ્રિકા કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ સપ્લાયનું ઉત્તર ભારત અને દક્ષિણ આફ્રિકા કનેક્શન
ખંભાતની સોખડા જીઆઇડીસી વિસ્તારમાં ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવતી કંપની પર એટીએસે દરોડો પાડી 100 કરોડનું ડ્રગ્સ પકડી પડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, ઘેનની દવા ની આડમાં ફેકટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાના કૌભાંડમાં સપ્લાયના તાર ઉત્તર ભારત અને દક્ષિણ આફ્રિકા સુધી જોડાયેલા હોવાનું શંકા છે. જેને પગલે એટીએસની ટીમે ઉત્તર ભારતમાં પણ તપાસ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement