દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એસ.ઓ.જી. પોલીસ તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સમયાંતરે કરોડો રૂૂપિયાનો નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ગાંજો, મેફેડ્રોન, નશાકારક ટ્રામાડોલ ટેબલેટ, કોડેઇનયુક્ત કફશીરપ વિગેરે જેવા નશાકારક પદાર્થો સહિત આશરે રૂૂ. 100 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે.
ત્યારે રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની સૂચના મુજબ આ જથ્થાનો નાશ કરવા માટે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા તેમજ સ્ટાફના હરદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ કરમુર, ખેતશીભાઈ મૂન અને સ્વરૂૂપસિંહ જાડેજા દ્વારા આ તમામ માદક પદાર્થને પૂર્વ કચ્છ - ભચાઉ ખાતેની એક ખાનગી કંપનીમાં લઈ જઈ અને આ તમામ જથ્થો આગની ભઠ્ઠીમાં નાખીને આ જંગી માર્ગદર્શક પદાર્થનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.