For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

3500 કરોડનુંં ડ્રગ્સ દક્ષિણના રાજયોમાં મોકલવાનું હતું

11:51 AM Nov 16, 2024 IST | Bhumika
3500 કરોડનુંં ડ્રગ્સ દક્ષિણના રાજયોમાં મોકલવાનું હતું
Advertisement

ઇરાની નાગરિકોની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો, પોરબંદર કે કચ્છના દરિયાકાંઠે ઉતારી કોને સોંપવાનો હતો? એજન્સીઓ દ્વારા તપાસ

પોરબંદરના દરિયામાંથી ગઇકાલે ભારતીય એજન્સીઓએ ઝડપી લીધેલુ રૂા.3500 કરોડની કિંમતનું 700 કિલો ડ્રગ્સ દક્ષિણના રાજયોમાં જતુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલ ઇરાની નાગરિકોની દૂભાસીયાઓની મદદથી એજન્સીઓએ પૂછપરછ શરૂ કરી છે અને આજે તમામના રિમાન્ડની માંગણી કરવામા આવનાર છે.

Advertisement

જો કે, આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર કે, કચ્છના દરિયાકાંઠે ઉતારી કોને સોંપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.શુક્રવારે પોરબંદરના દરિયાકાંઠે વિદેશી જહાજમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભારતીય નૌકાદળ અને ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સંયુક્ત ઓપરેશનમાં 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું વિદેશી જહાજમાંથી આઠ શંકાસ્પદ ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. ઘટનાથી વાકેફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા માદક દ્રવ્યની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત પ્રતિકિલો 2-3 કરોડ રૂૂપિયા છે. જેથી ઝડપાયેલી ડ઼્રગ્સની કુલ અંદાજિત કિંમત 1400થી 2100 કરોડ વચ્ચે હોઈ શકે છે.

એનસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય પ્રાદેશિક જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઇનના વિશાળ ક્ધસાઇનમેન્ટ અટકાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ ઈરાની હોવાનો દાવો કરે છે. આરોપીઓની ઓળખ અતા મોહમ્મદ બલોચ (41), ઝેડ એન બલોચ (20), ઈસ્માઈલ ઈબ્રાહીમ (23), રસુલ બક્ષ (51), મોહમ્મદ રહીસી (55), ગુલામ મોહમ્મદ (62), કાસિમ બક્ષ (63) અને નબી બક્ષ બલોચ (43) તરીકે થઈ છે અને તેમની પાસે કોઈ ઓળખ દસ્તાવેજ નથી. નેવીએ જણાવ્યું કે, ભારતીય નૌકાદળે એનસીબી અને ગુજરાત પોલીસ સાથેના સંકલિત ઓપરેશનમાં એક શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતા અંદાજે 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ વર્ષે નૌકાદળ દ્વારા દરિયામાં આ બીજી મોટી સફળ સંકલિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન છે.

એનસીબી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ગુપ્ત માહિતીના આધારે પસાગર મંથન-4’ કોડનેમ નામનું ઓપરેશન શરૂૂ કર્યું હતું અને ભારતીય સીમામાં ડ્રગ્સ લઈને આવેલા બિન-રજિસ્ટર્ડ જહાજને અટકાવ્યું હતું.
એનસીબી એ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંકલનમાં આવી દરિયાઈ કામગીરીની શ્રેણી શરૂૂ કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 3,400 કિલો વિવિધ માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. એનસીબીના નિવેદન અનુસાર, 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાનીઓને ત્રણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તમામ જેલમાં બંધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement