For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો

06:06 PM Nov 19, 2024 IST | Bhumika
ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16 21 લાખનો ધુંબો માર્યો
Advertisement

શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાનીખરીદી કરી આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગબનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 20-9-22થી 11-10-24 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. 4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂા. 1,10,313 આપ્યા હતાં એન બાકીના રૂા. 2,93,809 આપ્યા હતાં.

Advertisement

આ ઉપરાંત આરોપીઓ એસોસીએશનના અન્ય વેપારીઓ એડી. બ્રધર્સના અલ્પેશભાઈ મૃગ પાસેથી રૂા. 1,16,242, અંજલી ગારમેન્ટવાળા ભાવેશભાઈ મૃગ પાસેથી રૂા. 2,28,548, વિશાલ ટ્રેડર્સ વાળા દિલિપભાઈ પુરોહિત પાસેથી રૂા. 26,625, રાજેશ ટ્રેડલીંક વાળા દેવેનભાઈ દોશી પાસેથી રૂા. 61,762, રાધીકા એન્ટરપ્રાઈઝવાળા નીમેષભાઈ દેસાઈ પાસેથી રૂા. 34,907, બાલાજી એન્ટરપ્રાઈઝ વાળા હસમુખભાઈ દેસાઈ પાસેથી 1,82,589, વર્ધમાન ટ્રેડીંગ વાળા વિપુલ રૂપાણી પાસેથી રૂા. 3,22,503, કોલેજિયન કલેક્શન વાળા ધવલભાઈ વાઘેલા પાસેથી રૂા. 60,075, આદીત્ય શર્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 2,41,953 અને 3ડી પ્રોડક્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં.

અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આરોપી બંધુ રૂપિયા આપતા ન હતા અને બંને આરોપી પોતાના પરિવાર સાથે ભાગી ગયા હોય જેથી ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી બંધુ સામે રૂા. 16.21 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધી પીએસઆઈ બી.એચ. પરમારે તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement