રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, 2 આરોપીઓને ધરપકડ, કારના ટાયરમાં છુપાવ્યું હતું MD ડ્રગ્સ

01:39 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદમાં ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસને કારના ટાયરમાં ચુપવેલું રૂૂ. 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી છે, ત્યારે ડ્રગ્સ સાથે માફિયાઓની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સરખેજમાં કારના ટાયરમાં ડ્રગ્સ સંતાડીને હેરાફેરી કરાતી હતી. તો ટાયરમાંથી ડ્રગ્સનો જથ્થો કઢાતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વાયરલ વીડિયોના આધારે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી અને 1 કિલો એમડી ડ્રગ્સ સાથે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.

વાયરલ વીડિયોના આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂૂ કરી હતી. તો ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા ઇકોના ટાયરમાં છુપાવીને રાખેલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની પૂછપરછ શરૂૂ કરી દીધી છે. ઈકો ગાડીમાં સંતાડીને ડિલિવરી થઈ રહી હતી. સાથે જ શંકા ન જાય તે માટે પરચૂરણ સામાન પણ રખાયો હતો. ટાયરમાં કેવી રીતે ડ્રગ્સ સંતાડીને ઘૂસાડવામાં આવતું હતું, તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, ટાયરની અંદર ડ્રગ્સના પેકેટ મૂકવામાં આવ્યા હતા. જેની ઉપર ટ્યૂબ રાખવામાં આવી હતી. જે સામાન્ય ટાયરની જેમ જ દેખાતું હતું. પરંતુ ટાયર ખોલતા જ તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાંચે કુલ 1 કિલો ખઉ ડ્રગ્સ પકડ્યુ છે.

જ્યારે 1 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. જયપુર-રતલામ રૂૂટ પરથી આ ડ્રગ્સ લવાઈ રહ્યું હતું. હાલમાં ડ્રગ્સ લાવનાર, મંગાવનાર આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીઓના આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ગાડીના ટાયરમાં ડ્રગ્સ સંતાડતો હોય અને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે. ટાયરની અંદર પણ કેવી રીતે ડ્રગ્સ છુપાવવામાં આવેલું હતું એ દૃશ્ય પણ આપ સૌએ જોયા છે. આ માટે હું અમદાવાદ શહેર પોલીસને ખૂબ અભિનંદન આપું છું. તેઓએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કેહવાયને કે અશક્ય કામને શક્ય બનાવ્યું છે અને દેશભરના લોકો સમક્ષ આ નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે.

Tags :
AhmedabadAhmedabad newscrimedrugsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement