ગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!
ગોંડલના વેપારીએ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલેલા રૂૂ.9.30 લાખના ઘઉંનો જથ્થો ટ્રાન્સપોર્ટર કમીશન,એજન્ટ અને ટ્રક ચાલકે બારોબાર વેચી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ રાજલકઝરીયર્સ માલધારી હોટલ પાછળ રહેતા અને જામવાડી જી.આઈ.ડી.સી ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે ઉપર અનાજ સાફ સાફઇ (સટેકસ)નુ કારખાનુ ચલાવતા મયુરભાઈ હસમુખભાઈ ભાલાળા (ઉ.વ.36)ની ફરિયાદને આધારે ટ્રક ચાલક મશરૂૂઅલી સજનુંદિન,પ્રિયા ટ્રાન્સપોર્ટના માલિક સુરેશ માતાફેર ચોરસીયા અને મુંબઈઅ કમીશન એજન્ટ હિમત ગોરીનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મયુરભાઈને શ્રી ગણેશ એગ્રી શોર્ટટેક્સ નામનુ જામવાડી જી.આઈ.ડી.સી ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે ઉપર અનાજ સાફસાફઇ (સટેકસ)નુ કારખાનુ છે જેમા તેમના પિતા તથા રાજસ્થાના મેરૂૂભાઈ ડેલુ એમ બન્ને જણા પાર્ટનર છે. ગઇ 28/03/2025 ના રોજ મુંબઈ ના વાસી માર્કેટી ખાતે અનાજના દલાલ ચેતનભાઈ તુલશી ટ્રેડીંગ વાળા હસ્તક હીમત કોર્પોરેશન વાસી માર્કેટી મુંબઇ વાળાને 15 ટન ઘઉં તથા મહેક એન્ટરપ્રાઇઝ વાસી માર્કેટી મુંબઇ વાળાને 09 ટન ઘઉં તથા રજની ટ્રેડીંગ વાસી માર્કેટી મુંબઈ વાળાને 06 ટન ઘઉં મોકલવાના હોય જેથી ચેતનભાઈ સાથે ટ્રાન્સપોર્ટ બાબતે વાત થતા તેમને કમીશન એજન્ટ હીમતભાઇ ગોરીનો મોબાઈલ નંબર આપ્યો હતો.
હીમતભાઈ ગાડી ભાડે બાંધી આપવાનું કામ કરતો હોય મયુરભાઈએ હીમતભાઈને ફોન કરતા તેમને પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશભાઇ ચોરસીયાની ગાડી ભાડે બાંધી આપેલ જેથી તારીખ 28/03/2025 ના રાત્રી ના આશરે સાડા અગીયારેક વાગ્યે પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશભાઈ ચોરસીયાનુ ક્ધટેનર જેના રજી નંબર એમ.એચ 46 બી બી 2995 વાળો ટ્રક શ્રી ગણેશ એગ્રી શોર્ટટેક્સ કારખાથી ડ્રાઇવર મશરુમઅલી સજનુદીન સાથે ક્ધટેનરમાં ઘઉં આશરે 30 ટન ભરી આપેલ હતા અને તેનુ બીલ રૂૂપી યા 9,30,000 બનાવેલ હતુ બાદ ડ્રાઇવર આ ક્ધટેનર લઇ નીકળી ગયેલ હતો.
બાદમાં તા 31/03/2025 ના રોજ ચેતનભાઈને ઘઉં ભરેલ ક્ધટેનર પહોંચી ગયેલ કે કેમ તે બાબતે ફોન કરતા ચેતનભાઈ એ કહેલ કે ગાડી હજી સુધી મુંબઇ વાસી માર્કેટમાં આવેલ નથી જેથી તુરતજ હીમતભાઈ ને ફોન કરેલ અને ક્ધટેનર બાબતે પુછેલ જેથી હીમતભાઈએ મને જણાવેલ કે ઇદના તહેવાર નીમીતે ટ્રકનો ડ્રાઇવર રોકાય ગયેલ છે બાદ ફરી થી તા.01/04/2025 ના રોજ ચેતનભાઈ ને ફોન કરી ઘઉંના ક્ધટેનર બાબતે પુછતા ચેતનભાઈએ કહેલ કે ગાડી હજી સુધી પહોંચેલ નથી જેથી હીમતભાઈને ફોન કરી ગાડી બાબતે પુછતા તેમણે જણાવેલ કે ઇદનો તહેવાર હોય જેથી ગાડીનો ડ્રાઇવર રોકાઇ ગયેલ છે ગાડી આવી જશે તેમ કહી ખોટા વાયદા આપતા હતા. અને ગલ્લા તલ્લા કરવા લાગેલ બાદ ફરીથી તારીખ 02/03/2025 ના રોજ હીમતભાઈને ફોન કરી ગાડી બાબતે પુછતા હીમતભાઇ એ જણાવેલ કે ગાડી કયાક રોકાયેલ છે તે મને ખબર નથી અને તેના ડ્રાયવરનો ફોન પણ લાગતો નથી તેમ જણાવેલ હોય જેથી મયુરભાઈએ આ બાબતે પોલીસ સ્ટેશનમા અરજી કરેલ હતી બાદમાં પોલીસ તપાસ કરતા ટ્રક ક્ધટેનર રજી નંબર એમ.એચ 46 બી બી 2995 વાળો જે 30 ટન ઘઉં ભરી ને ગયેલ હતો તે કીમ જી.આઇ.ડી.સી (સુરત) પાસે ખાલી હાલતમાં નેશનલ હાઇવે ઉપર થી મળી આવેલ છે જેથી ખબર પડેલ કે હીમતભાઈ ગોરી (રહે મુંબઇ વાળા) તથા પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશભાઈ ચોરસીયા તથા ટ્રેક ક્ધટેનર નો ચાલક મશરુમઅલી સજનુદીન (રહે મુંબઈ વાળા) એ સાથે મળી છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના ઇરાદે અગાઉથી પ્લાન બનાવી એક બીજા સાથે મળી 30 ટન ઘઉં રૂૂપીયા 9,30,000 ના ભરી લઇ જઇ બારોબાર વહેચી નાખી ટ્રક ખાલી હાલતમા રોડ ઉપર મુકી દીધો હતો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.