નાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકી
150 ફૂટ રીંગ રોડ કે.જી.ધોળકિયા સ્કૂલ પાછળ આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને પત્રકારની નોકરી કરતા ઈમરાનભાઈ અનવરભાઈ હોથીએ રીક્ષા સરખી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક લાલજી રમેશભાઈ વાળાએ એટ્રોસીટીની ફરિયાદ કરવા ધમકી આપતા ફરિયાદી ઇમરાને 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
ઇમરાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે 07/07ના હું મારા ઘરે થી મારી ઓફીસ ખાતે ફરજ પર બાઈક લઈ હુ એકલો જવા નીકળેલ અને રસ્તામા મારી સાથે કામ કરતા પ્રતીપાલસિંહ ગોહીલનુ ઘર વિષ્ણુવિહાર સોસાયટી યુની રોડ. ખાતે રસ્તામા આવતુ હોય જેથી તેની સાથે અમે બન્ને અમારી અલગ અલગ સ્કૂટર લઈ સાથે નીકળેલ તે દરમ્યાન રામેશ્વર મેઈન રોડ સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ શીવ પાર્ક પાસે પહોંચતા નાણાવટી ચોક તરફથી એક સી.એન.જી રીક્ષા વાળો ચાલક પુરપાટ ઝડપે બેફીકરાઈ થી ચલાવી આવી મારી સાઈડ તરફથી નજીક આવી અમોને જમણી સાઈડથી જોરદાર કાવો મારતા અમો પડતા પડતા રહી ગયા હતા અને રીક્ષા નુ વાછટીયુ અડી જતા આ રીક્ષાનો ચાલક કાવો મારી નાસી ગયો હતો.
હું તથા મારી સાથે પ્રતીપાલસિંહ તેઓ પણ પડતા પડતા રહી જતા આ રીક્ષા નાચાલક ની પાછળ જઈ શીવ પાર્ક સોસાયટી શેરી નં-3 ના ખુણા પાસે આ રીક્ષાના ચાલક ને પોતાની રીક્ષા સરખી ચલાવવા બાબતે સમજાવતા આ રીક્ષાનો ચાલક અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને એટ્રોસીટીનો ખોટો ગુન્હો દાખલ કરાવીશ અને મારી સાથે વધુ બોલ્યા તો તમને બન્ને ને અહી જ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યા હતા.
બાદમાં પોલીસ આવી જતા આ રીક્ષાના ચાલકે પોલીસ સમક્ષ પોતાનો પરીચય લાલજી ભાઈ રમેશભાઈ વાળા (રહે.ઈંડીયન પાર્ક બ્લોક નં-12 ક્વાર્ટર -184 રૈયા રોડ) હોવાનુ જણાવતા ફરિયાદ નોંધાવી હતી.