સાવરકુંડલા-અંબાજી રૂટની ST બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો
સરકારી બસોમાં અનેક વખત દારૂની બોટલ પકડાઇ છે અને ડ્રાઇવર પણ નશાની હાલતમાં હોવાની ઘટના બની છે. ત્યારે ભાવનગર એસટી ડિવિઝનની સાવરકુંડલાથી અંબાજી જતી બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મુસાફરોએ વારંવાર વિનંતી કરતા છતા પણ બસ ઉભી રાખી નહીં અને બેફિકરાઇથી ચલાવતા યાત્રિકોએ પોલીસને ફોન કરતા સિંહોરમાં બસને ઉભી રખાવી અને ડ્રાઇવરની અટકાયત કરી અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરાઇ હતી. સાવરકુંડલાથી અંબાજી જતી બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. મુસાફરોથી ભરેલ બસ ભાવનગરના સિહોરમાં પંહોચી ત્યારે પોલીસે બસ રોકી ડ્રાઈવરની અટકાયત કરી. બસનો ડ્રાઈવર નશામાં બેફામપણે બસ ચલાવતો હોવાથી મુસાફરો ભયભીત થયા હતા. મુસાફરોએ ડ્રાઈવરને વાહન રોકવાની વાંરવાર રિકવેસ્ટ કરી હોવા છતાં બેફામ બસ ચલાવતો હતો. નશમા ધૂત ડ્રાઈવર મોડી રાત્રે વાહન હંકારતા કોઈ મોટી દુર્ઘટના સર્જે તેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. મોટી દુર્ઘટનાથી બચવા જાગૃત મુસાફર દ્વારા પોલીસને સમગ્ર બાબતથી જાણ કરાઈ હતી.
મુસાફરની ફરિયાદ પર સિહોર પોલીસ તેમના મદદમાં આવી. નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી સિહોર પોલીસે બસને રોકી અને ડ્રાઈવરની અટકાયત કરી. ડ્રાઈવર નશામાં ધૂત હોવાથી પોલીસે ભાવનગર જઝ વિભાગની જાણ કરવામાં આવી હતી. ભાવનગર ડેપો મેનેજર દ્વારા અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. મુસાફરની જાગૃકતાએ અકસ્માત જેવી મોટી દુર્ઘટના ટાળી અને નશેડી ડ્રાઈવરની પોલીસએ અટકાયત કરતા પૂછપરછ હાથ ધરી.મહેશ જાદવ નામના ડ્રાઇવરને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો. બ્રેથેલાઇઝર દ્વારા પોલીસ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.