ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરી
ધોરાજી નજીક બોલેરો લઇને જતા ચાલક રસ્તો ભૂલી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હોય તેની પાસે બોલેરોમાં રાખેલી 1 લાખની રોકડ કોઈ ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ માંગરોળ, શક્તીનગર સરકારી હોસ્પીટલ પાસે રહેતા ડ્રાઈવીંગ કરતા પુંજા રૂૂડાભાઈ કરમટાએ ફરિયાદમાં જણાવ્યું કે, પોતે ડ્રાઇવીંગ કરે છે. ગઈ તા.25/09/2025 ના રોજ બપોરના આશરે અગીયારેક વાગ્યે માગરોળથી ભાયાવદર જવા બોલેરો પીકઅપ લઇને નીકળેલ હોય અને રસ્તામા વંથલીથી મિત્ર અરજણભાઇ પાસેથી 50,000 રૂૂપીયા લેવાના હોવાથી અરજણભાઇએ ક્રીષ્ના હોટેલ વંથલીએ થી મને 50000 આપેલ અને પોતે ઘરેથી 50,000 રૂૂપીયા લઇને નિકળેલ હતો એમ કુલ 1,00,000 રૂૂપીયા રોકડા હતા જે ખિસ્સામાં રખ્યા હતા.
રાતના દસેક વાગ્યા આસપાસ હુ ધોરાજી ચામુંડા હોટેલ રોકાયેલ ત્યા આ 1,00,000 રૂૂપીયા મારી બોલેરો ગાડીની ડ્રાઇવર સીટની પાછળ રાખેલ હતા સવારે પાચેક વાગ્યા આસપાસ ચામુંડા હોટેલથી ભાયાવદર જવા નિકળેલ પરંતુ રસ્તો જોયેલ ન હોવાથી મેપ મુજબ ચાલતો હતો અને રોયલ સ્કુલ પાસેથી યુ-ટર્ન મારીને ભાયાવદર તરફ જવા નિકળેલ ત્યા થોડે દુર બોલેરોને અકસ્માત થયેલ હ તો અને જેથી પુંજાભાઈ બેભાન થઇ જતા અને ચક્કર આવી જતા તે સીટ પર જ સુઇ ગયેલ હતો બાદ તેને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામા આવેલ હતો.
ત્યારે મે ગાડીમાથી 1 લાખની રોકડ લીધેલ ન હતા અને બાદમાં ભત્રીજાને બોલેરોમાં રાખેલ રોકડ લઇ આવવા જણાવ્યું ત્યારે બોલેરોમાં રૂૂપિયા જોવા મળ્યા ન હતા કોઈ બોલેરો પીક-અપમા રહેલ કુલ 100,000, રૂૂપીયા ચોરી કરી લઇ ગયેલ હોય જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
