તડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
માછીમારીના મજૂરી કામના રૂપિયા દીવથી લઇ પરત ફરતા યુવકને કાળ ભેટયો
ઉનાનાં તડ ગામે રહેતો અને મચ્છીમારીનુ ધંધો કરતો યુવાન દીવથી મજુરી કામનાં રૂપીયા લઇને આવતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે યુવકનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
ઉના તાલુકાનાં તડ ગામે રહેતો પિયુષ અરજણભાઇ વાળા નામનો 3ર વર્ષનો યુવાન દીવથી પોતાનુ બાઇક લઇને તડ ગામે પરત આવતો હતો ત્યારે રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા તડ ચેક પોસ્ટ પાસે પહોંચતા અજાણ્યા બાઇક ચાલકે પિયુષ વાળાનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક પિયુષ વાળાનાં માતા - પિતા હયાત નથી. પિયુષ વાળા મચ્છીમારીનો ધંધો કરે છે. પોતાનુ ગુજરાન ચલાવતો હતો. મચ્છીમારીનાં કામનાં રૂપીયા લઇ દીવથી પરત આવતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.