પરસાણાનગરમાં વાહન જોઇને ચલાવવાનું કહેતા BCAના છાત્ર ઉપર ચાલકનો હુમલો
શહેરના પોપટપરા વિસ્તારમા રહેતો બીસીએનો છાત્ર સ્કુટર લઇ દુધની ડીલેવરી કરવા જતો હતો ત્યારે પરસાણાનગર ફાટક પાસે સ્કુટર ચાલકે કાવો મારતા તેને ગાડી જોઇને ચલાવવાનુ કહેતા તે શખ્સે ઝઘડો કરી છાત્ર ઉપર બ્લોક અને લાકડા વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં 8 મા રહેતો વિવેક સુરેશભાઇ સિંધવ (ઉ.વ. 19) નામનો યુવાન આજે સવારે એકટીવા લઇ હંસરાજનગરમા દુધની ડીલેવરી માટે જતો હતો ત્યારે પરસાણાનગર ફાટક પાસે સામેથી આવતા એકટીવાનાં ચાલક રૂદ્રારાજ ગઢવીએ કાવો મારતા વિવેકે તેને ગાડી જોઇને ચલાવવાનુ કહેતા રૂદ્રરાજે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી રોડ પર ફીટ કરવાનાં બ્લોક અને લાકડા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે.
પ્રાથમીક તપાસમા વિવેક બીસીએનાં ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે. તેના પિતાને રેલનગરમા દુધની ડેરી હોય જેથી તે દુકાનમા મદદ કરવા સવારે દુધની ડીલેવરી આપવા માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજી જીઆઇડીસીમા યુવાનને પાઇપ વડે ફટકાર્યો
શહેરનાં જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક રપ વારીયા કવાર્ટરમા રહેતો ગુટુરામ બહાદુર ગૌતમ (ઉ.વ. 3પ) અને રાજ રમેશભાઇ પટેલ (ઉ.વ. ર3) નામના બંને યુવાને આજે સવારે આજી જીઆઇડીસીમા હાઇબોડ નામના કારખાનામા કામ કરતા હતા ત્યારે કામ બાબતે બોલાચાલી કરી ભુપેન્દ્ર, ગોપાલ અને સંતોષે લોખંડનાં પાઇપ વડે માર મારતા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા છે.