કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ ના માર્ગદર્શન અનુસાર તા.26/09/2025 ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ પોલીસ સ્ટાફ સાથે કામગીરી દરમ્યાન કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર ડો.મહેશભાઇ આર. પઢીયાર ને સાથે રાખી મુળદ્વારકા ગામે, મહેશભાઇ મીઠાભાઇ રાઠોડ, ઉ.વ.58 રહે.કડવાસણ ગામ વાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક /દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા દવાનો જથ્થો કુલ આર્ટીકલ-37 જેની કુલ કિ.રૂૂ.8,914/- ના મુદામાલ સાથે પકડી પાડેલ