રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડોકટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માગી, પછી રૂા.300 આપી છોડી દીધા

05:45 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

કર્ણાટકમાં, બદમાશોએ ડોક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને 6 કરોડ રૂૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ ઘટનાના લગભગ 14 કલાક પછી અપહરણકારોએ ડોક્ટરને છોડી દીધો અને બસના ભાડાના 300 રૂૂપિયા પણ આપ્યા.

આ ઘટના બેલ્લારી જિલ્લામાં બની હતી, જ્યાં 45 વર્ષીય ડોક્ટર સુનિલ શનિવારે સવારે 6 વાગ્યે સૂર્યનારાયણપેટમાં શનેશ્વર મંદિર પાસે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા ઈન્ડિગોમાંથી બદમાશો આવ્યા અને ડોક્ટરને બળજબરીથી કારમાં બેસાડ્યા. ત્યારબાદ બદમાશો તેમની કારને તેજ ગતિએ ભગાડી ગયા હતા. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ડો.સુનીલ બેલ્લારી જિલ્લા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છે. અપહરણ બાદ બદમાશોએ તેના ભાઈ વેણુગોપાલ ગુપ્તાને વોટ્સએપ પર ફોન કર્યો અને ડોક્ટરને છોડાવવાના બદલામાં 6 કરોડ રૂૂપિયાની માંગણી કરી. અપહરણકર્તાઓએ જણાવ્યું હતું કે 6 કરોડ રૂૂપિયામાંથી અડધી રકમ રોકડ અને બાકીની અડધી સોનાની હતી.ડોક્ટરના ભાઈ વેણુગોપાલ ગુપ્તા જિલ્લા દારૂૂ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે. તેણે ડોક્ટરના અપહરણ અને ખંડણી અંગે પોલીસને જાણ કરી હતી. જેના પર પોલીસે સર્ચ ઓપરેશન તેજ કરી તમામ માર્ગો બંધ કરી દીધા હતા. આ પછી બદમાશોએ ડોક્ટરને મોડી રાત્રે નિર્જન જગ્યાએ છોડી દીધા અને બસમાં ઘરે જવા માટે 300 રૂૂપિયા પણ આપ્યા.

બદમાશોને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ ડોક્ટર પાસેથી બદમાશો વિશે માહિતી એકઠી કરી રહી છે. ડોક્ટરનો ભાઈ દારૂૂનો ધંધો કરે છે, તેથી અપહરણ પાછળ કોઈ ધંધાકીય અણબનાવ છે કે કેમ તેની તપાસ આ એંગલથી ચાલી રહી છે.

Tags :
Doctor kidnappedindiaindia newsKarnatakaKarnataka News
Advertisement
Advertisement