ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૈન્યના નિવૃત્ત જવાનો સાથે ડિસમિસ કર્નલની 1.36 કરોડની ઠગાઇ

05:09 PM Mar 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મવડી રહેતા આર્મીમેનને ઉંચા વળતરની લાલચ આપી 11.40 લાખ પડાવી લીધા, અન્ય અનેક નિવૃત્ત જવાનોને પણ છેતર્યા

રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે આર્મીના પુણેના કર્નલે રૂૂ.1.36 કરોડની છેતરપીંડી કરતા. આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પુણેના કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલે રાજકોટના મવડી પ્લોટમાં રહેતાં નિવૃત્તિ આર્મીમેનને નિવૃત્તિ બાદ આવેલ રૂૂપિયા સારી જગ્યાએ રોકાણ કરી મહિને 8 ટકા વ્યાજ આપશે કહીં ફસાવ્યા, કુલ રૂૂ.41 લાખમાંથી 17 લાખ પરત કર્યા અને રૂૂ.12.60 લાખનો પ્લોટ લખી આપ્યો હતો અને બાદમાં બાકી નીકળતા રૂૂ.11.40 લાખનું બુચ મારી દિધું હતું. તેમજ અન્ય સૈન્ય જવાન અને અધિકારીઓ સાથે પણ છેતરપીંડી કર્યાનું સામે સેનામાં આ અંગે કરેલ રીપોટ બાદ આરોપીને ડિસમીસ કરાયો હતો.

બનાવ અંગે મવડી પ્લોટમાં બાલાજી હોલ પાસે ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત્ત આર્મીમેન હિતેશકુમાર વ્રજલાલ મુંગરા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના પુણેના ધાનજીરાવ શિવાજીરાવ પાટીલનું નામ આપ્યું હતું. નિવૃત્ત આર્મીમેન હિતેશકુમાર વ્રજલાલ મુંગરાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2003 માં ભારતીય સેનામાં ભરતી થયેલ અને વર્ષ 2020 માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલ છે. તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે. સેનામાં તેમનું છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ સાથે ફરજ બજાવતા હોય ઓળખાણ થઇ હતી. તેઓ નાસિકથી ગત તા.31/03/2020 ના નિવૃત થઇ મે-2020 મા રાજકોટ આવી ગયેલ અને જુલાઇ 2020 માં લેફ્ટેનન્ટ કર્નલ ધાનાજીરાવ પાટીલનો ફોન આવેલ કે, તમારી રીટાયરર્મેન્ટ પછી જે રૂૂપિયા આવવાના છે તે રૂૂપિયા તુ મને આપ જે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને 08 ટકા જેટલુ વળતર 30 મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ. જેથી તેઓએ પ્રથમ અસહમતિ દર્શાવેલ ત્યારબાદ અવાર-નવાર ધાનાજીરાવ પાટીલનો ફોન આવતા હતા.

ધાનાજીરાવ પાટીલ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ હોય અને તેની સાથે બે વર્ષ જેટલી નોકરી કરેલ હોય જેથી વિશ્વાસ આવી જતા ગત તા. 15/09/2020 ના નાનામવા ખાતે આવેલ બેંકમાંથી રૂૂ.7.50 લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવેલ હતા. ત્યારબાદ અન્ય રકમ સાઢુભાઇ અમિતભાઇ દુધાત્રાના બેંક એકાઉન્ટમાંથી રૂૂ.3 લાખ ચેક દ્વારા ધનાજીરાવના બેંક ખાતામાં જમા કરાવેલ હતાં. ત્યારબાદ ફરીવાર રૂૂ. 9.50 લાખ અને રૂૂ.5 લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. તેમજ ગત તા.15/10/2020 ના ફોન પે મારફત રૂૂ.1 લાખ ધનાજીરાવને ટ્રાન્સફર કરેલ હતાં. ઉપરાંત તા.01/11/2020 ના ધનાજીરાવે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની પાટીલ ક્ધસ્ટલન્સીમાં નોકરી કરવા માટેની ઓફર આપેલ હતી. જેથી ફરિયાદી ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે ત્યાં રૂૂ. 35 હજાર પગારની ઓફર કરેલ હતી. બાદમાં બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે તેમની કંપનીમાં એપ્રીલ 2022 સુધી નોકરી કરેલ તે દરમ્યાન ગત તા.01/12/2020 ના ધનાજીરાવ મળવા માટે તુમકુર (બેગ્લોર) આવેલ ત્યારે લેવાના નીકળતા પૈસા માંગતા તેણે પૈસા પરત આપવાની બાહેધરી આપેલ હતી.

ત્યારબાદ રૂૂ.3 લાખ, બાદમાં રૂૂ.1 લાખ ફરીવાર રૂૂ.1 લાખ તેના એકાઉન્ટમાં જમા કરેલ હતા. ત્યારબાદ ગત તા.05/12/2020ના ફરીવાર તેઓએ રૂૂ. 4.50 લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. જે મળી કુલ રૂૂ. 38 લાખ જમા કરાવેલ હતા. ગત તા-13/01/2021 ના લ ધનાજીરાવનો દીકરો નરેન પાટીલ મળવા માટે ત્યાં બેગ્લોર કંપની ખાતે આવેલ અને ત્યારે નરેન પાટીલને પણ મારા બાકી લેવાના નીકળતા પૈસા બાબતે વાત કરતા તેણે પણ પૈસા પરત આપી દેવાની બાહેંધરી આપેલ હતી. બાદમાં તેઓને પૈસાની જરૂૂર પડતા પૈસા પરત માંગતા આ ધનાજીરાવે જુન-2021 માં રૂૂ.17 લાખ પરત આપેલા હતા. ત્યારબાદ બાકી નીકળતા રૂૂ. 21 લાખ પરત માંગતા ધનાજીરાવે કહેલ કે, મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી અને તમે મને રૂૂ.3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં કુલ રૂૂ. 24 લાખ પરત આપી દઇશ જેથી તેમના પર વીશ્વાસ મુકી ફરીવાર રૂૂ.3 લાખ આપેલ હતા.

તેમજ હિતેશભાઈએ આપેલ રૂૂપીયાનું ધનાજીરાવ સાથે કોઇ લેખીતમાં લખાણ કરાવેલ ન હોય જેથી લેખીત લખાણ કરવાનું કહેતા તેઓએ બેંગ્લોર ખાતે નોટરી લખાણ કરવા માટે બોલાવેલ ત્યારે તેઓની તથા અન્ય આર્મીમેન પાસે કોઈ અંગ્રેજી ભાષામાં લખાણ કરાવેલ હતુ, જેમા તેઓની સહી કરાવેલ હતી પરંતુ કયા ડોક્યુમેંટમાં સહી કરાવી તે ખબર નથી. જેથી બાદમાં કહેલ કે, તમે આ લખાણ તો કરી આપેલ છે, જેથી સાથે સીક્યુરીટી પેટે ચેક પણ આપો કહેતાં તેને ચેક બાબતે ના પાડેલ હતી. જેથી તેમને તેના વિરુધ્ધ અમો ફરીયાદ કરીશુ તેમ કહેતાં તેને તેલંગણા ખાતેનો તેનો રૂૂ.12.60 લાખનો પ્લોટ ફરિયાદીના નામે કરી આપેલ હતો. ત્યારબાદ હજુ ધનાજીરાવ પાસેથી રૂૂ. 11.40 લાખ લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને મિત્રો મારફત જાણવા મળેલ કે, ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી-અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે રૂૂ.51 લાખની છેતરપીડી કરેલ છે. તેમજ કર્નલ પ્રતાપ સાથે રૂૂ. 37 લાખની છેતરપીંડી કરેલ તેમજ કર્નલ બેનાલકર સાથે રૂૂ. 47 લાખની છેતરપીંડી કરેલ હોવાનું જાણવા મળતા આ બાબતે આર્મી હેડકવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-2022 માં ધનાજીરાવ વીરુધ્ધ ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ હતી.જે સાબીત થતા તેઓને તા.19/05/2023 ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પી.આઈ ડી.એમ.હરીપરા સાથે પીએસઆઈ બી. વી.સરવૈયા અને સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement