દિવ્યાંગ સિરિયલ કિલરે 25 દિવસમાં ચાર રાજયમાં દુષ્કર્મ-હત્યાની પાંચ ઘટનાને અંજામ આપ્યો!
વલસાડના પારડીમાં વિદ્યાર્થિનીના દુષ્કર્મ-હત્યા કેસમાં ઝડપાયેલ આરોપી સાયકો કિલર નીકળ્યો
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યાની ઘટનામાં વલસાડ પોલીસે 2 હજારથી વધુ સીસીટીવી ફુટેજ ચેક કરીને પાંચ રાજયોના 7 હાજર શકમંદોની પુછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11માં દિવસે હરિયાણાના શખ્સને ઝડપી લીધો હતો. રોપીને ઝડપી પાડ્યો હતો.
આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસા કર્યા હતા. હત્યા અને દુષ્કર્મનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટે છેલ્લા 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાના ચોકાવનારા ખુલાસા થયા છે. રાહુલ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે.રાહુલે કર્નાટકમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક યુવાન અને તેલંગાણા તેમજ પુણેમાં ટ્રેનના ડબ્બામાં બે મહિલાની હત્યા કર્યાના ખુલ્યું છે. ગુજરાત પોલીસે આ મામલે અન્ય રાજ્યોની પોલીસને જાણ કરી છે.
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યાના બનાવમાં વલસાડ જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં હેઠળ જિલ્લાના 3 ડીવાયએસપીના માર્ગદર્શનમાં એલસીબી,એસઓજી અને જિલ્લાના તમામ પોલીસ મથકના 400 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવી આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ ગુનામાં વલસાડ પોલીસે 2 હજારથી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટ હોવાનું ઓળખી બતાવ્યા બાદ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા દ્વારા રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી હરિયાણાના રોહતકના મોખરા ગામે રાહુલનું વેરિફિકેશન કરાવ્યા બાદ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો અંતે 11 દિવસ બાદ રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટની ધરપકડ કરી હતી. તેની પાસેથી અલગ અલગ મોબાઈલ ફોન તેમજ ચાકુ અને અન્ય સરસામાન, રોકડા રૂૂપિયા મળ્યા હતા. રાહુલે વિદેશી કંપનીના 10 હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા. આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા જતા તે બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ છેલ્લા 25 દિવસમાં પારડી સહિત અલગ અલગ 4 રાજ્યોમાં દુષ્કર્મ અને 5 હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. રાહુલ 18/05/ 2024ના રોજ સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યો હતો. વાપી-પારડી વચ્ચે આવેલા ઢાબામાં અગાઉ નોકરી કરી ગયો હોવાથી તે ઢાબા સંચાલક પાસે રૂૂપિયા લેવા આવ્યો હતો. જે દરમિયાન ઉદવાડા રેલવે સ્ટેશન ઉપર રાહુલે મૃતક વિદ્યાર્થિનીને ફોન ઉપર વાત કરતા એકલી ચાલતા જોઈ જતા તેને ટાર્ગેટ કરી હતી અને યુવતી અવાવરૂૂ જગ્યા તરફથી પસાર થઇ ત્યારે વિદ્યાર્થીનીનું મોઢું દબાવી અપહરણ કરી ઉઠાવી ગયો હતો. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઓળખ છુપાવવા વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. આરોપી ઓળખ છુપાવવા કપડાં બદલી જતો રહ્યો હતો. આરોપી ઉતાવળમાં બેગ યુવતીની લાશ પાસે મૂકી જતો રહ્યો હતો.
રાહુલે 25 દિવસમાં પાંચ હત્યાને અંજામ આપ્યો જેમાં રાહુલ બેંગ્લુરૂૂથી મુર્દેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં તેની સાથે મુસાફરી કરી રહેલા એક અજાણ્યા ઈસમ સાથે બીડી પીવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ આ અજાણ્યા ઇસમનું ટ્રેનમાં ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં આ અજાણ્યા ઈસમ પાસેથી રોકડા રૂૂપિયા તથા અન્ય સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જે બાબતે કર્ણાટકના મેંગ્લુર નોર્થ સબ ડિવિઝનના મુલ્કી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બીજા બનાવમાં રાહુલ પશ્ચિમ બંગાળના હાવરા ગયો અને જ્યાં ટ્રેન નં-15712 કતીહાર એક્સપ્રેસમાં મુસાફરી કરતો હતો ત્યારે તેની સાથે બેસેલા 60 વર્ષ ના વૃદ્ધ ઉપર લૂંટ કરવાના ઈરાદે હુમલો કરી તેની હત્યા કરી રોકડા રૂૂપિયા તેમજ સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. આરોપી પાસેથી. આ ગુનામાં વપરાયેલું લોહીના ડાઘાવાળુ ચપ્પુ તેમજ લૂંટી લીધેલો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે.
રાહુલે ત્રીજી હત્યા તેલંગાણામાં ટ્રેનના ડબ્બામાં કરી હતી. ગત તા 24-11ના રોજ રાહુલ સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-09 ટ્રેન નં-07335 મેનુગુરૂૂ સ્પેશ્યલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી. રૂૂપિયા તેમજ અન્ય સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જેમાં સિકંદરાબાદ જી.આર.પી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મૃતક મહિલાનો મોબાઈલ ફોન રાહુલ પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે.17થી 21 ઓક્ટોબરની વચ્ચે રાહુલ જાટે પુણે થી ક્ધયાકુમારી જતી ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. પૂણેથી ક્ધયાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં આરોપી બેઠો હતો. જેમાં એક મહિલા મુસાફરી કરી રહેલ હતી. તે એકલી પડતા સોલાપુર, મહારાષ્ટ્ર સ્ટેશન આસપાસ તેણીની સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળુ દબાવી હત્યા કરી, લૂંટ કરી, ટ્રેનમાંથી ઉતરી ગયો હતો.
લાજપોર જેલ માંથી મળેલી કડી બાદ પાંચ રાજ્યની પોલીસે જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું
વલસાડમાં જે રીતે દુષ્કર્મ અને હત્યા થઇ તે બનવામાં જીલ્લા પોલસ વડા કરણરાજ વાઘેલાએ પોતાની આગવી સૂઝબુઝથી તપાસ કરી આ પ્રકારના ગુના કરવાની ટેવવાળો આરોપીનો અંગે સમગ્ર ભારતમાં ગુનેગારોની વિગતો મેળવી હતી. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીની પુછપરછમાં આ બનાવમાં શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટ હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી જેના આધારે રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી રાહુલ વિષેની ઝીણવટભરી વિગતો મેળવી તેને પકડવા માટે આરપીએફ અને જીઆરપીના સિનિયર અધિકારીઓ સાથે એક જોઇન્ટ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ વિગેરે રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા. જેનું એક વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના ગ્રુપમાં ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવી હતી.
દુષ્કર્મ આચરી હત્યા કર્યા બાદ લાશ ઉપર કપડું ઢાંકી દેતો
પકડાયેલ રાહુલ વર્ષ 2018-19 અને 2024 માં રાજસ્થાન, હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ રાજયના ટ્રક ચોરીઓ તથા ગેર કાયદેસર હથિયારોની તસ્કરીના ગુનાઓમાં જેલમાં રહેલ હતો. આરોપી હોટલો ની આસ-પાસ પડેલ ટ્રકોની ચોરી કરવાની ટેવ વાળો છે. રાહુલ સતત ટ્રેનમાં મુસાફરી કરતો હોય તે વિકૃત માનસિકતા ધરાવે છે. ટ્રેનમાં અથવા રેલવે સ્ટેશન ઉપર સુઇ જાય છે. ચાલુ ટ્રેનમાં ખાસ કરીને વિકલાંગ ડબામાં એકલ-દોકલ માણસ મળી જાય તો તેની લુંટ કરવાની અને જો સ્ત્રી હોય તો તેની સાથે દુષ્કર્મ તથા લુંટ કરી ખુન કરવાની ટેવા વાળો છે. ખાસ કરીને વિકલાંગ ડબામાં અને મહિલા ડબામાં હત્યા કરવાની એમ.ઓ. ધરાવે છે. હત્યા કરી લાશ ટ્રેનની શીટ ઉપર છોડી દઇ તેને કોઇ કપડુ ઓઢાડીને નજીકના સ્ટેશન પર ઉતરી જાય છે.