ચાલુ કારમાંથી દારૂની બોટલ સાથે ડિંગલ
શહેરમાં ધુમ બાઈક અને બેફિકરાઈથી વાહનથી ચલાવી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકતા નબીરાઓના વીડિયો અવાર નવાર સામે આવે છે. ત્યારે ચાલુ કારમાંથી દારૂની બોટફલ સાથે ડિંગલ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો માધાપર ચોકડી થી બેડી ચોકડી હાઈવે પરનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં નશાખોર તત્વો દ્વારા દારૂના નશામાં ચકચુર થઈ સ્વીફ્ટ કારચાલક હાલક-ડોલક હાલતમાં ચલાવી રહ્યા છે. અને એક શખ્સ કારની બારીમાંથી હાથમાં દારૂની બોટલ બહાર કાઢી રોડ પર દારૂ ઉડાડી ડીંગલ કરતો દેખાઈ રહ્યો છે. બાદમાં કારની ઉપર દારૂની બોટલ રાખવામાં આવે છે. ડાન્સીંગ કારની જેમ ચાલતી કારના કારણે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતાં જેથી પાછળ આવતી કારમાં સવાર લોકોએ નશાખોરોના ડિંગલ કરતો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો આ કારના નં. જીજે 36 એએલ 3047 હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.