રાજકોટમાં ટ્રેનોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ
400 લિટર ચોરાઉ ડીઝલ સહિત રૂા.1.28 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા, એકની શોધખોળ, રેલવે યાર્ડમાં ઊભેલી ટ્રેનોમાંથી ડીઝલ ચોરી લેતા હતા
ધરપકડ કરી ટોળકીના સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ કરતા વધુ એક આરોપી ની સંડોવણી ખુલતા આરપીએફે તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના રેલવે યાર્ડમાં ઊભી રહેતી ટ્રેનના ડીઝલ એન્જિન માંથી ડીઝલની ચોરી થઈ હોવાની ફરિયાદ ડીઝલ ડ્રાઇવર દ્વારા આરપીએફને કરવામાં આવી હતી જેના આધારે આરપીએફના અધિકારીઓ અને સ્ટાફે તપાસ કરી રેલવેના ડીઝલ એન્જિનમાંથી ચોરી કરતી આ ટોળકીની ધરપકડ કરી હતી જેમાં રાજકોટના ફિરોઝ અયુબ જામ (ઉ.વ.28), સાહિલ યુનુસભાઈ (ઉ.વ.27), ફૈઝલ ફિરોઝભાઈ (ઉ.વ.29) અને એક સગીરની ધરપકડ કરી પુછપરછ કરતાં ટોળકીએ ગુનો કબુલી લીધો હતો.ચારેય આરોપીઓએ એવી કબુલાત આપી હતી કે તેમણે અન્ય મિત્ર મોહસીન સાથે મળી મોડી રાત્રે રાજકોટ રેલ્વે સ્ટેશન યાર્ડની લાઈન નં.8 પર ઉભેલા ડિઝલ એન્જિનની ટાંકીનું ઢાંકણું ખોલીને રબ્બરની પાઈપની મદદથી ડીઝલની ચોરી કરી હતી.
આ ચોરાઉ ડિઝલ પ્લાસ્ટિકના 9 કેરબામાં ભરીને ઓટો રિક્ષા અને ટુ વ્હીલરમાં આજી નદી પાસેની ઝાળીઓમાં સંતાડી દીધું હતું. આ ડીઝલ તેઓ બારોબાર વેચવાની તૈયારીમાં હતા તે પૂર્વે જ આરપીએફએ સમગ્ર ચોરીના રેકેટનો પડદા પાસ કર્યો હતો અને આ ચુરાવ ડીઝલ સહિત રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરપીએફના સ્ટાફે ત્યાંથી તપાસના અંતે ડિઝલ ભરેલા પ્લાસ્ટિકના 9 કેરબા કબજે કર્યા હતા. જેમાંથી 8 કેરબામાં 400 લીટર અને 9માં કેરબામાં અંદાજે 25 લીટર ડિઝલ મળી આવ્યું હતું. તે સાથે આરપીએફના સ્ટાફે ચોરીમાં વપરાયેલું ટુ વ્હીલર અને 425 લીટર ચોરાઉ ડિઝલ મળી કુલ રૂા. 1.28 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી મોહસીનની શોધખોળ શરૂૂ કરી છે.
આરપીએફના સબ ઇન્સ્પેક્ટર અતુલકુમારસિંઘ, આશિષ બિરલે, નરેન્દ્ર ગૌતમ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પટેલ,હેમતભાઈ, રમેશભાઇ, રઘુવીર જોગરાણા,આજુભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.