માળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યા
માળિયાના સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ચાલતા ડીઝલ ચોરી કોભાંડને ઝડપી લઈને માળિયા (મી) પોલીસ ટીમે બે ઇસમોને રૂૂ 47.14 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઈસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરે છે.
તેવી બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી સોનગઢ ગામે રામજી મંદિર પાછળથી પોલીસે 200 લીટર ક્ષમતાવાળા બેરલ નંગ 9માં રહેલ ડીઝલ 1800 લીટર કીમત રૂૂ 1,44,000 અને ટેન્કર જીજે 19 વાય 1551 કીમત રૂૂ 28 લાખ, ટેન્કરમાં રહેલ ડીઝલ આશરે 22,000 લીટર કીમત રૂૂ 17,60,000 અને મોબાઈલ નંગ 02 કીમત રૂૂ 10,000 સહીત કુલ રૂૂ 47,14,800 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી શ્યામજીસિંઘ કીલાશસિંઘ રાજપૂત રહે હાલ અમદાવાદ મૂળ યુપી અને પરેશ ઉર્ફે લાલો ભુરાભાઈ વીરડા રહે સોનગઢ તા. માળિયા વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી દશરથ જશભાઈ હુંબલ રહે મોટી બરાર તા. માળિયા વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
