ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં જુગાર રમાડનાર શખ્સ સામે પાસાનો ગુનો

11:24 AM Sep 05, 2024 IST | Bhumika
Advertisement

જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર જૂગાર રમાડનાર જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ જાવિદ ઉર્ફે જોન હબીબ શેખ, રહે. નલિયા માંડવી,તા.ઉના કે જેઓ ઉના પો. સ્ટે.ના જુગારધારા હેઠળના ગુન્હામાં તેઓના સહઆરોપી હમીરભાઇ વાઘના કબ્જા ભોગવટા હેઠળના મકાનમાં બહારથી આશરે 20 જેટલા માણસો બોલાવીને તીનપતી નામનો હાર જીતનો જૂગાર રમાડતો હોઈ અને પોલીસ રેઇડ દરમ્યાન રૂ.4,71,640/- ની રકમ સાથે પકડાયેલ આરોપીની પોલીસ તપાસમાં નામ ખુલ્લેલ હતું.

Advertisement

આ ઈશમ ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ થાવાના તેમજ તેની આવી અંગત આર્થીક લાભ મેળવવા માટે ગેરકાયદેસરની પ્રવુત્તિથી સમાજમાં લોકો જૂગારની બુરી લતે ચડી જાય અને અન્ય બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાઈ તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રે તા.04/09/2024ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મઘ્યસ્થ જેલ અમદાવાદના હવાલે કરવામાં આવેલ છે.

Tags :
crimegamblinggujaratgujarat newsVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement