ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

61 લાખની હીરા ચોરીનો ભેદ ખુલ્યો, માસ્કધારી તસ્કરની ધરપકડ

05:35 PM May 29, 2025 IST | Bhumika
Advertisement

ઘરફોડ ચોરી કરતાં તસ્કરે જેલમાં સાથે રહેલા આરોપી પાસેથી મોડસ ઓપરેન્ડી શીખી રાજકોટનાં કારખાનામાં હાથ માર્યો

Advertisement

ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમોએ આરોપીને પકડી તમામ 61.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચોરીના અઠવાડિયા પહેલા જ તસ્કર કારખાનાથી 100 મીટર દૂર ડ્રિલીંગ મશીન સંતાડી રેકી કરી ગયો હતો

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા વિવેકાનંદનગર શેરી નં.2માં દેવપરા નજીક રહેતા વિપુલ વીરજીભાઈ ગોંડલીયાએ પોતાના કોઠારીયા રીંગ રોડ પીરવાડી સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં પાછળના દરવાજાના તાળા તોડી કારખાનામાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સો તિજોરીમાં રાખેલા અલગ અલગ ડાયમંડ નંગ 11655 જેની કુલ કિંમત રૂા.60.83 લાખ થાય તે ચોરી ગયાનું ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફ ચોરીનો ભેદ ઉકેલવા સતત પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ એમ.કે.મોવલીયા, એ.એન.પરમાર, એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર, સંજયભાઈ રૂપાપરા, તુલસીભાઈ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયા, ક્રિપાલસિંહ ઝાલા, અશોકભાઈ કલાલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આરોપી અજય જગદીશ નાયકા (હાલ રહે.ગામ રાજનીવાડ, તા.ઉમરપાડા, જિ.સુરત)ને ઝડપી લઈ તેમની પાસેથી તમામ મુદ્દામાલ 11,655 હીરા, રૂા.60.83 લાખ, ડ્રિલીંગ મશીન, કટર, ફેસ માસ્ક સહિત રૂા.61.09 લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઘટનામાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લાખો રૂપિયાની હીરા ચોરીમાં ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આવા સમયે હીરા ચોરતી ગેંગ કઈ કઈ જેલમાં છે તે તપાસ કરી હતી અને ત્યારે જાણવા મળ્યું કે સુરત રહેતા રીઢા તસ્કર અજય નાયકા વિશે જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ રાજકોટમાં અલગ અલગ ઘરફોડ ચોરીના 17 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે તેમજ એક ગુનો ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં કર્યો હતો અને છેલ્લે 2024માં પાસાના ગુનામાં જેલમાં ગયો હતો તે સમયે જેલમાંથી તેની સાથે રહેલા આરોપીઓએ તેને હીરા ચોરી અંગેની મોડસ ઓપરેડીંગ શીખવાડી હતી. ત્યારબાદ આરોપી જેલમાં છુટી સીધો રાજકોટ આવ્યો હતો અને રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં અલગ અલગ પાંચ થી છ કારખાનાની રેકી કરી હતી.

આ સમયે તેમને જાણવા મળ્યું કે પીરવાડી નજીક આવેલા ખોડીયાર ડાયમંડ કારખાનામાં રાત્રિના સમયે મજુરની અવરજવર થતી નહોતી અને આરોપી અજય અઠવાડિયા પહેલા જ ડ્રિલીંગ મશીન ખોડીયાર કારખાના નજીક અવાવરું જગ્યાએ મુકીને જતો રહ્યો હતો ત્યારબાદ મોડીરાત્રે ફેસ માસ્ક અને શટર તોડવાના અલગ અલગ સાધનો લઈ ખોડીયાર ડાયમંડ કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી પકડાય નહીં જેથી તે ડીવીઆર મશીન અને સીસીટીવી કેમેરા પણ ચોરી ગયો હતો. જો કે સાતીર તસ્કરને પકડવા ક્રાઈમ બ્રાંચે એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને સફળતા પ્રાપ્ત થઈ હતી.

ગૃહ વિભાગે જાહેર કરેલ ઈ મેન્ટર પ્રોગ્રામથી પોલીસને સફળતા મળી
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઈ મેન્ટર પ્રોગ્રામ હેઠળ ડીજીપીના સીધા માર્ગદર્શન હેઠળ મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના તમામ ગુનેગારોની માહિતી રાખવામાં આવતી હોય છે અને આ ગુનેગારો પર સતત નજર રાખવા માટે પોલીસ ફાળવવામાં આવેલા હોય છે ત્યારે અજય નાયકા શું કરી રહ્યો છે અને હાલ કયાં છે ? તેવા પ્રશ્ર્નો પોલીસને ઉદભવ્યા હતાં. ત્યારબાદ સતત તેની શોધખોળ ચાલી રહી હતી અને આ ચોરીમાં તેની મહત્વની ભુમિકા સામે આવતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.

મુખ્ય માર્ગોના કેમેરામાં પકડાઈ નહીં માટે આરોપી ડીવાઈડર પર જ ચાલતો !
60.30 લાખના હીરાની ચોરી કર્યા બાદ રીઢા તસ્કર અજય નાયકા પગપાળા ચાલીને માર્ગ પર ચાલવાના બદલે માત્ર ડીવાયડર પર જ ચાલતો જેથી તેનો ચહેરો કેમેરામાં આવી ન જાય અને પોતે કેમેરામાં ન આવે તેની સાવચેતી રાખતો હતો. તસ્કર અજય સાતીર હોય આમ છતાં ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમોએ તેની ઓળખ મેળવી તેને ઝડપી પાડયો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement