ધ્રોલ, રાજકોટની 58 લાખની છેતરપિંડીનો આરોપી ઝબ્બે
ધ્રોલ તથા રાજકોટ પોલીસ મથક માં નોંધાયેલ છેતરપિંડી અંગે ના ગુના માં આઠ વર્ષ થી નાસતો ફરતો આરોપી આખરે પોલીસ ના હાથે ઝડપાયો છે.
ધ્રોલ પો.સ્ટે. તથા રાજકોટ શહેર સીટી એ ડીવી. પો.સ્ટે. માં નોંધાયેલ છેતરપીડી તથા વિશ્વાસધાતના ગુન્હાઓ નો આરોપી નીલેશભાઈ દેવરાજભાઈ ગડારા (રહે-ધ્રોલ) છેલ્લા 8 વર્ષ થી નાસતો-ફરતો હોય, અને મુંબઇ તથા મધ્યપ્રદેશ ખાતે પોતાનુ નામ રાજુ પટેલ તરીકે ઓળખ આપી અલગ-અલગ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ તથા મજુરી કામ કરી ચૂક્યો હોય , અને હાલ ભુજ શહેર ખાતે આવેલ છે, તેવી બાતમી ના આધારે જામનગર પોલીસ ટીમે ભુજ શહેર જતા ત્યાં સ્ટેશન રોડ ઇલાર્ક હોટલ જૈન ભવન પાસે થી આરોપી ઝડપી લીધો હતો.અને તેને ધ્રોલ પોલીસ સ્ટેશન માં સોંપ્યો છે.
આ આરોપી સામે ધ્રોલ માં બે તથા રાજકોટ માં એક મળી કુલ 58 લાખ 57 હજાર ની છેતરપિંડી અંગે ત્રણ ગુના વર્ષ 2017 માં નોંધાયા હતા.અને ત્યાર થી નાસતો ફરતો હતો.