ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધ્રોલના સ્વામીનારાયણ પાર્ક સોસાયટી વિસ્તારમાં ફરીયાદીના ઘરની બહારથી તા.25/10/2025ના રોજ સી.એન.જી. રીક્ષા ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. બાદ ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધ્રોલ પોલીસને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ માણેકપર ગામ તરફથી ચોરી કરેલી સી.એન.જી. રીક્ષા લઇને ધ્રોલ આવવાનો છે. જે બાતમી આધારે સી.એન.જી. રીક્ષા સાથે એક ઇસમને રોકી પુછપરછ કરતાં તેણે સ્વામીનારાયણ પાર્ક સોસાયટી વિસ્તારમાંથી આજથી બાવીસેક દિવસ પહેલાં રીક્ષા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી એઝાઝ ઉર્ફે લેલો અલ્લારખાભાઈ નોબે (ઉં.વ. 25, રહે-ગાયત્રીનગર, ધ્રોલ)ની ધરપકડ કરી, તેની પાસેથી ચોરી કરાયેલી રીક્ષા સહિત કુલ મૂદામાલ કિ.રૂૂ.2,50,000 ના મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ડી.જે. ગાગીયા, હેડ કોન્સટેબલ્ રાજેશભાઈ કે. મકવાણા, હરદેવસિંહ જે. જાડેજા, રિતેશભાઈ એ. કુબાવત તથા કોન્સટેબલ રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઈ ગમારા, સંજયભાઈ સોલંકી, જગદિશભાઈ જે. જોગરાણા, રાજેન્દ્રસિંહ એસ. જાડેજા તથા દેવેન્દ્રસિંહ વી. જાડેજા એ કામગીરી કરી હતી.