ધ્રાંગધ્રામા જૂથ અથડામણ: પોલીસે ત્રણ કાર કબજે કરી, એકમાંથી 695 દારૂની બોટલ મળી!
ધ્રાંગધ્રાના નરશીપરામાં સામસામી કાર અથડાતા બે જૂથ વચ્ચે મારમારી થઇ હતી. બંને જૂથો તિક્ષણ હથિયારો વડે સામસામે આવી જતા કાર સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જાહેરમાં તિક્ષણો હથિયાર ઉડતા વાતવરણ તંગ બન્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પોલીસે ત્રણ કાર જપ્ત કરી હતી જેમાં એકમાંથી દારૂૂની 695 બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં મોડી સાંજે બે જુથો વચ્ચે સામસામી કાર અથડાવવા મામલે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા બંને જૂથો તિક્ષણ હથિયારો વડે સામસામે આવી જતા કાર સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જેમાં કારના કાચ તોડી નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે ત્રણ કાર કબ્જે લીધી હતી જે પૈકી એક કારમાંથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો પણ મળી હતો.
મારામારીના આ બનાવ અંગે મોડી સાંજ સુધી પોલીસ મથકે એક પણ જુથ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નહોતી પરંતુ ધ્રાંગધ્રા પોલીસે કારમાંથી મળી આવતા દારૂૂ મામલે એક શખ્સ નિતિન મથુરભાઈ દલવાડી સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને કારમાંથી ઈંગ્લીશ દારૂૂની 695 નંગ બોટલ (કિં.રૂૂા.91,138) અને કાર (કિં.રૂૂ.5 લાખ) સહિતનો મુદ્દામાલ ફરિયાદમાં દર્શાવ્યો છે.