ધોરાજી પોલીસે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો
રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપીને સોપવાની તજવીજ
ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોધમ ના રાહબરી હેઠળ સલ્લોપાટ જી.બાંસવાડા (રાજસ્થાન) પોલીસ સ્ટેશનના પાર્ટ- એ 0023/2025 ઇ.ગ.જ. કલમ 137(2) જુવેનાઈલ જસ્ટીસ એક્ટ કલમ 84 મુજબ તા.19/02/25 ના રોજ રજી. થયેલ હોય જે ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી અશોક હકલાભાઈ ભુરીયા જાતે-આદિવાસી રહે.ખુંટી બિજીયા તા.રોહનવાડી જી. બાંસવાડા રાજ્ય રાજસ્થાન વાળો આરોપી તથા ભોગબનનાર સાથે ધોરાજી બસ સ્ટેશનમાં હોવાની સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે હકિકત મળતા સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. પી.કે.ગોહિલ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો ટીમ બનાવી મજકુર આરોપી અશોક હકલાભાઈ ભુરીયા વાળાને ધોરાજી બસ સ્ટેશનમાંથી પકડી પાડી ધોરાજી સીટી પો.સ્ટે ખાતે લાવી રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપી સોંપવાની તજવીજ કરેલ છે.
આ કામગીરીમા ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. આર.જે.ગોધમ તથા પો.સબ ઈન્સ. પી.કે, ગોહીલ તથા એ.એસ.આઈ એમ.આર.રાડા તથા પો.હેડ કોન્સ. નીલેશભાઈ મકવાણા તતથા પો.હેડ કોન્સ. પંકજભાઈ તલસાણીયા તથા પો.કોન્સ. નારણભાઈ પંપાણીયા તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. યોગેશભાઈ બાલાસરા તથા પો.કોન્સ. જસપાલસિંહ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.