વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
વેરાવળ (શાપર)માં પ્રૌઢની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ભત્રીજો ઘરે તપાસ કરવા આવતા જાણ થઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ વંથલી તાલુકાના શાપુર ગામના વતની અને હાલ વેરાવળ (શાપર)માં બુદ્ધનગરમાં રહેતા રમેશભાઇ જીવાભાઇ પરમારં (ઉ.વ.56) નામના પ્રૌઢાની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા શાપર-વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રથામિક તપાસમાં મૃતક બે ભાઇમાં નાના હતા. તેમના પત્ની માનસિક બીમાર છે.
મૃતક એકલા જ રહેતા હતા. તેનો ભત્રીજો વિશાલ પરમાર અઠવાડિયે આંટો મારવા આવતો હતો. દરમિયાન ગઇ કાલે આટો મારવા આવતા ઘરમાંથી દુર્ગધ આવતી હોવાથી પોલીસને જાણ કરાતા ઘરમાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.