વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ 6.80 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર અને તેમના સાગ્રતોએ ઘરે આવી ઉઘરાણી ચાલુ કરી હતી.તેમજ વ્યાજ એટલેથી નહીં અટકતા વ્યાજખોરોએ યુવાનો જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાસે લઈ જઈ બેફામ માર મારી અને છરીના ઘા ઝીંકી દેતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ભાગી ગયા હતા.આ મામલે વ્યાજખોર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો અનુસાર, જામનગર રોડ પર મનહરપુર માં રહેતા અને એલ.આઇ.સી એડવાઈઝરનું કામ કરતા વિપુલ હીરાભાઈ ટોયેટા નામના 29 વર્ષના યુવાને તેની ફરિયાદમાં વ્યાજખોર તરીકે દશરથ ઠુંગા તેમજ તેમના સાગરીતો કરણ ફાંગલીયા,કિશન ઝાપડા અને કિશન બોડીયાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
વિપુલ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને 2022થી 2014ની સાલમાં પિતાને હૃદયમાં નળી બ્લોકેજ આવતા તેની સારવાર માટે પૈસાની જરૂૂરિયાત ઊભી થઈ હતી. જેથી તેમના મિત્રો થકી દશરથ તેજાભાઈ ઠુંગા જે વ્યાજે પૈસા આપતા હોવાની વાત કરતા તેની સાથે જિલ્લા પંચાયત કચેરીની બહાર આવેલી ચાની કેબીને મુલાકાત થઈ હતી અને તે દસ ટકા લેખે ચાર લાખ વ્યાજે આપશે તેવી વાત કરતા વિપુલે મજબૂરીમાં હા પાડી હતી.તેમને 4 લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેમને સંબંધીઓ પાસેથી લઇ 6.80 લાખ રૂૂપિયા ચૂકવી દીધા હતા.આમ છતાં આરોપી દશરથ વધુ ચાર લાખની માંગણી કરતો હોય અને તેમના સાગરીતો કરણ ફાંગલીયાને ઘરે મોકલી પરિવારજનોને ધમકાવી વહીવટ પતાવવાની વાત કરી ધમકી આપી હતી.
વિપુલ જ્યારે મોટી ટાંકી ચોકમાં હતો ત્યારે કરણે કોલ કરી ક્યાં છો ભેગું થવું છે તેમ વાત કરી હતી.તેમજ નવી કોર્ટ પાસે વિપુલ અને તેનો મિત્ર જામનગર રોડ નવી કોર્ટ બિલ્ડીંગએ કરણને મળવા જતા ત્યાં દશરથ અને તેની સાથે કિશન ઝાપડા,કિશન બોડીયા અને કરણ હાજર હોય તેઓએ છરીના ઘા ઝીંકી તેમજ પથ્થરના ઘા છુટા કરી ઇજા કરી હતી.ત્યારબાદ આરોપીઓ પોતાની ગાડી લઇને ફરાર થઇ ગયા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.