બેડી વાછકપર શાળાકાંડમાં DEPO દ્વારા પાંચ સભ્યોની તપાસ સમિતિ રચાઈ
રાજકોટ જિલ્લામાં ગુરુશિષ્યના સબંધને લાંછનરૂપ કિસ્સો બન્યો છે. જેમાં લંપટ શિક્ષક કિશોરવયની વિદ્યાર્થીઓને મોબાઈલમાં અશ્ર્લીલ વિડિયો બતાવતો અને પેન્ટ ઉતારી નાખતો આ બાબતની ફરિયાદ થતાં રાજકોટ પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીમ બનાવી અનેતપાસના આદેશ આપ્યા છે.
મળતી વિત મુજબ રાજકોટની ભાગોળે બેડી (વાછકપર) ગામની સરકારી શાળાનો શિક્ષક કમલેશ અમૃતિયા માસુમ બાળાઓને મોબાઈલમાં શરમજનક વીડિયો બતાવતો હતો અને બાદમાં પોતાનું પેન્ટ કાઢી નાખતો હતો આ શિલશિલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો વાલીઓએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે.
આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ કચેરીને પણ આ પ્રકારની ફરિયાદ મળતા તાકિદે પાંચ સભ્યો જ ટીમ બનાવી છે. જેમાં મહિલા આચાર્ય, એક, બીઆરસી, સ્થાનિક સીઆરસી અને તાલુકા પ્રાથમિક અધિકારીનો સમાવેશ થાય છે. આ તપાસ સમિતિ દ્વારાતમામ ઘટનાની તપાસ કરશે અને બે દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ બાદ શિક્ષક કમલેશ અમૃતિયાને સસ્પેન્ડ કરાશે. વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે, બનાવને લઈને હાલ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓના વાલીઓ, બેડી (વાછકપર) ગામના સ્થાનિક ગ્રામજનો, સરપંચના આજથી જ નિવેદનો નોંધવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામના નિવેદન નોંધી અને તેનો રિપોર્ટ તૈયાર કરાશે અને ત્યાર બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે શિક્ષકના પતિના નિવેદન પણ લેવામાં આવશે.