પડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલી
પડધરી તાલુકાનાં સરપદડ ગામે ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કરાયેલી હોટલ ખાલી કરવા તંત્ર દ્વારા નોટીસ પાઠવવા છતા ગેરકાયદેસર દબાણ દુર નહી કરતા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામા આવી હતી. જે દરમ્યાન ડીમોલેશન કરવા આવેલા અધિકારીઓ અને હોટલ સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ અંગે મળતી વિગત મુજબ પડધરીનાં સરપદડ ગામનાં મેઇન રોડ પર ગ્રામ પંચાયત અને આરએનબી જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી હોટલ ખડકી દેવામા આવી હતી. જે જગ્યાનો કબજો ખાલી કરવા તંત્ર દ્વારા હોટલ સંચાલકને નોટીસ પાઠવવામા આવી હતી. પરંતુ હોટલ સંચાલક દ્વારા જગ્યાનો કબજો ખાલી નહી કરાતા અંતે તંત્ર બુલડોઝર લઇને ડીમોલેશન માટે પહોંચી હતી. તે સમયે હોટલ સંચાલક અને ડીમોલેશન કરવા આવેલા અધીકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. અને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલીક દોડી આવી હતી. ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી હોટલ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડીમોલેશન કરવામા આવ્યુ હતુ.