For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી-જમાઇનો હુમલો: સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્ત

04:13 PM Mar 06, 2025 IST | Bhumika
રૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી જમાઇનો હુમલો  સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્ત

જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી રાજકોટ રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં તેના વેવાઇ વિલાસગીરી શાંતિગીરી, જમાઇ ઉદેશગીરી વિલાસગીરી, જમાઇના ભાઇ બ્રિજેશગીરી વિલાસગીરી, દિકરી કુમકુમ ઉદેશગીરી વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઇએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મેં વીસ વર્ષ પહેલા તુલસીગીરી ગોસાઈની દિકરી દક્ષા સાથે લવમેરેજ કર્યા છે. મારે સંતાનમાં એક પુત્ર છે.

Advertisement

પત્નિના અગાઉ લગ્ન જગદીશભારથી બચુભારથી ગોસાઇ સાથે થયા હતાં. તેના થકી તેણીને દિકરી કુમકુમ છે. કુમકુમ અગાઉ રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી હતી. એ દરમિયાન આજથી ત્રણેક મહિના પહેલા તેને ઉદયગીરી વિલાસગીરી ગોસ્વામી સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે તેણીએ લવમેરેજ કરી લીધા છે. આ ઉદયગીરી મારા પત્નિનો ભાણેજ થાય છે. મારી દિકરી કુમકુમ લગ્ન કરીને ગઇ ત્યારથી મારો મોબાઇલ ફોન તેની પાસે હતો. બુધવારે હું ઇકો ગાડીનો ફેરો કરી જામનગરથી અજમરે થઇ પરત રાજકોટ આવ્યો હોઇ મારી દિકરી કુમકુમ તેના સાસરે રૈયા ગામે હોઇ તેની પાસેથી મારો મોબાઇલ ફોન લેવાનો હોઇ મેં તેણીને ફોન કરતાં તેણે ઘરે આવીને લઇ જાવ તેમ કહેતાં હું ત્યાં જતાં તેના પતિ ઉદેશગીરીએ ગાળો દઇ ઝઘડો કર્યો હતો.

દિકરીના જેઠ બ્રિજેશ, સસરા વિલાસગીરીએ અને દિકરી કુમકુમે પણ મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી અને બ્રિજેશે પથ્થર ઉપડી મારા માથામાં મારી દીધો હતો. કુમકુમે મને લાફા મારી દીધા હતાં. હું બેભાન જેવો થઇ જતાં ગાડીમાં બેસવા જતાં મને મારો ફોન આપી દીધો હતો. ચક્કર આવતાં હોઇ મેં સગાને જાણ કરતાં તે આવી જતાં મને હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તેમ વધુમાં વિજયભાઇએ કહ્યું હતું. સામા પક્ષે તેના વેવાઇ રૈયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં વિલાસગીરી સાકેતગીરી ગોસ્વામી (ઉ.વ.પર) પણ પોતાના પર વિજયભાઇ ચૌહાણે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોફિકભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement