ડેરી સંચાલકને 4 વર્ષનો માસુમ અડી જતા ગાળો ભાંડી; સમજાવવા જતા પિતા પર હુમલો
ગોંડલનાં ચરખડી ગામે 4 વર્ષનો બાળક ડેરી સંચાલકને અડી જતા ડેરી સંચાલકે બાળકને ગાળો ભાંડી હતી જેથી બાળકનાં પિતાએ ગાળો નહી આપવા મુદે ડેરી સંચાલકને સમજાવતા ડેરી સંચાલકે બાળકનાં પિતાની બરણી વડે માર માર્યો હતો. મારામારીમા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે રહેતા વિજયભાઇ દિનેશભાઇ સોલંકી (ઉ.વ. 4ર) રાત્રીનાં પોતાનાં ગામમા હતો ત્યારે અક્ષર ડેરીનાં સંચાલક રાજેશ પ્રવીણભાઇ ઠુંમરએ ઝઘડો કરી બરણી વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરમા વિજય સોલંકીનાં 4 વર્ષનાં પુત્રનો હાથ ડેરી સંચાલક રાજેશ ઠુંમરને અડી ગયો હતો. જેથી ડેરી સંચાલકે 4 વર્ષનાં માસુમને ગાળો ભાંડી હતી. માસુમ બાળકનાં પિતાએ ગાળો ભાંડવાની ના પાડતા ઉશ્કેરાયેલા ડેરી સંચાલકે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.